________________
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સઝાય
૧૧
અને ચલણીએ કોઈ એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં, અને લાક્ષાગૃહમાં શયન માટે મોકલ્યાં, વરધનુ તેનો મિત્ર હોવાથી તેની સાથે ગયો. વાર્તાલાપમાં જ અર્ધરાત્રી ગઈ, દીર્ઘરાજાએ લાક્ષાગૃહ સળગાવ્યું. વરધનુએ કરેલા સંકેત પ્રમાણે સુરંગ દ્વારા બન્ને મિત્રો બચી ગયા. અને ગામ બહાર નીકળી ગયા.
તે બન્ને મિત્રો ઘણા ગામ ભટક્યા, ઘણાં દુઃખો પામ્યાં, પરાક્રમથી ઘણી કન્યાઓને બ્રહ્મદત્ત પરણતા ગયા. ઘણા સમય પછી કાશી દેશના રાજા કટકને ત્યાં આવ્યા. કટકે બ્રહ્મદત્તનો સત્કાર કર્યો. પોતાની પુત્રી પરણાવી અને ઘણું સૈન્ય આપ્યું. હવે બ્રહ્મદરે દીર્ઘરાજા ઉપર ચઢાઈ કરી. બન્નેનું યુધ્ધ થયું. દીર્ઘરાજા મરાયો. ચલણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા. છ ખંડનું રાજ્ય સાધ્યું. અરણ્યમાં ભટક્તાં ભટક્તાં પરાક્રમથી પ્રાપ્ત થયેલી સઘળી પત્નીઓને રાજ્યમાં બોલાવી લીધી.
એક વખત પૂર્વપરિચિત એવા એક બ્રાહ્મણે રાજા પાસે “તમે જે જમો છો તે ભોજન મને આપો” આવું અન્નદાન માંગ્યું. રાજાએ તેને તેના પરિવાર સાથે જમાડ્યો. ચક્રવર્તીના અતિશય માદક ભોજનને ખાવાથી બ્રાહ્મણ તથા તેનું કુટુંબ કામવાસનાથી અંધ બન્યું. ગમે તેમ પરસ્પર કામભોગ ભોગવ્યા. પ્રભાત થતાં વિવેક આવ્યો કે આપણે આ ઘણું ખોટું કામ કર્યું. રાજાએ એવું ભોજન ખવરાવ્યું કે જેથી તીવ્ર કામવાસના જન્મી. તેનું વૈર વાળવા એક કલાકાર ભરવાડને તેણે કહ્યું કે રાજા જ્યારે હાથી ઉપર બેસીને ગામ બહાર ફરવા નીકળે ત્યારે તારે તેની બન્ને આંખો પત્થરના ઘા વડે ફોડી નાખવી. હું તને અમુક ધન આપીશ.
તે ભરવાડે તેમ કર્યું. રાજા અંધ બન્યો, ભરવાડને પકડયો, તેણે બ્રાહ્મણનું નામ આપ્યું. આ બ્રાહ્મણને તો રાજાએ મરાવી નાખ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org