________________
મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય
૨૩
પવિત્ર છે. ધન્ય છે. નિકટકાલમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા છે આમ જાણવું.
તથા સત્યવ્રતમાં જ ચાલનારા આવા મહાત્મા પુરુષોને દેવો (એટલે વૈમાનિક-જ્યોતિષી દેવો), વ્યંતર (એટલે વ્યંતર-વાણ વ્યંતર દેવો) અને યક્ષો (ભવનપતિ દેવ-દેવીઓ એટલે કે યક્ષ-યક્ષિણીઓ) એમ ચારે નિકાયના કોઈપણ દેવોથી ભય હોતો નથી કારણ કે પોતાની વ્રતમાં જે સ્થિરતા છે તે સ્થિરતા જ આવા દેવોનો પરાભવ કરવામાં સમર્થ છે. તે માટે સત્યવ્રતના પ્રભાવથી આવા દેવો રોષાયમાન થતાં નથી અને કદાચ થાય તો પણ સત્યવ્રતીને તે દેવોથી ભય થતો નથી. જેમ કે પરમાત્મા મહાવીર પ્રભુને સુરપાણિ યક્ષનો ભય હતો નહીં. પાર્શ્વનાથ પ્રભુને મેઘમાલીનો ભય હતો નહીં, અને વિદ્યાસાધક ઘણા પુરુષોને છેલ્લી રાત્રિઓમાં વેતાલ આદિ તુચ્છ દેવોના ઉપદ્રવોથી ભય હોતો નથી.
અથવા આવા સત્યવ્રતીને દેવો-દાનવો અને યક્ષ-યક્ષિણીઓથી ભય થતો નથી. દેવો-દાનવો અને યક્ષો જ તેના વ્રતની સ્થિરતા જોઈને ગુણના પ્રભાવથી જ હત-પ્રહત થયા છતા ઉપસર્ગો કરવાની ઇચ્છા જ છોડી દે છે. તેથી ભયો આવતા જ નથી. માટે સત્યવ્રતના આગ્રહી બનવું જોઈએ. | ૫ | જે નવિ ભાખે અલીક, બોલે ઠાવું ઠીક ! આજ હો ટેકે રે, સુવિવેકે સુજસ તે સુખ વરે જી ||૬||
શબ્દાર્થ - નવિ ભાખે - બોલે નહિ, અલીક - જૂઠું, કાવું - સ્થાને સ્થાને, ઠીક - યોગ્ય ઉચિત, ટેક - નિયમ-ટેવ, સુવિવેક - ઉત્તમ વિવેકપૂર્વક, સુજસ - સારો ચશ, સુખ વરે - સુખ પ્રાપ્ત કરે. || ૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org