________________
કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય
“કલહ” નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય
કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિ વનનું મૂલ નિદાન, સાજન સાંભળો. મહોટો રોગ કલહ કાચ કામલો, દંતકલહ જે ઘરમાંહે હોય, લચ્છીનિવાસ તિહાં નવિ જોય, સાજન સાંભળો. ॥ ૧ ॥
૧૪૩
શબ્દાર્થ - દુર્ગતિ વનનું મૂલ નિદાન - નરક-નિગોદાદિ દુર્ગતિઓ રૂપી વનમાં ભટકવાનું પ્રધાન કારણ, કલહ - કજીયો, કાચકામલો - આંખનો એક પ્રકારનો રોગ-પીળીયો, દંતકલહ - દાંતો દ્વારા પરસ્પર થતો કલેશ, ઝઘડો, લચ્છીનિવાસ - લક્ષ્મીનો નિવાસ. || ૧ ||
ગાથાર્થ “કલહ” તે બારમું પાપનું સ્થાનક છે. અને આ પાપ નકાદિ દુર્ગતિઓમાં ભટકવાનું મૂલ કારણ છે. આંખના પીળીયાના રોગ જેવો મોટો રોગ છે. જે ઘરમાં દાંત દ્વારા બોલાચાલી કરવા સ્વરૂપ કલહ હોય છે. તે ઘરમાં લક્ષ્મીનિવાસ હોતો નથી. II ૧ ||
વિવેચન - હવે કલહ નામના બારમા પાપસ્થાનકની વાત સમજાવે છે. કલહ એટલે કજીયો, અરસપરસ બોલાચાલી કરવી, ઝઘડવું, દાંતો દ્વારા ગાળાગાળી કરવી, અસભ્ય અને અપશબ્દોનો પ્રયોગ કરવો, હલકુ બોલવું, કોઈને પણ ઉતારી પાડવું, કોઈની પણ પટ્ટી પાડવી, વ્યંગ વચનો બોલવાં, કટાક્ષ વચનો બોલવાં, મેંણાં-ટોણાં બોલવાં. આ બધું કલહ નામનું બારમું પાપસ્થાનક છે. હે જીવ ! આવું પાપ તું ન કર. આમ કરવાથી વૈર વધે છે. પરસ્પર કલેશ અને કડવાશ વધે છે. ક્રોધથી ક્રોધ શમે નહી જગમાં” આ વાત તદ્દન સાચી છે. માટે કલહથી તું વિરામ પામ. તથા આવો કલહ કરવાથી આ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org