________________
૧૯૪
અઢાર પાપસ્થાનક
પ્રત્યે અહોભાવ, પૂજ્યભાવ અને આદર સન્માન થશે. તથા જો દોષગ્રાહી થશો તો નિંદા કરવાના પરિણામ આવશે. માટે હે જીવ ચેત, કંઈક વિચાર કર. / ૭-૮ છે સુંદર, પરપરિવાદ વ્યસન તજો, મ કરો નિજ ઉત્કર્ષ હો. સુંદર, પાપકરમ ઈમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ હો.
દર. | ૯ || શબ્દાર્થ - પરપરિવાદ - પારકાની નિંદા, વ્યસન - કુટેવ, નિજ ઉત્કર્ષ . પોતાની પ્રશંસા, સાવિ ટલે - સર્વે નાશ પામે. II II
ગાથાર્થ - તેથી હે જીવ ! પારકાની નિંદા કરવાની કુટેવને તું ત્યજી દે, અને પોતાની પ્રશંસા કરવાનું કામ પણ ન કરો. એમ કરવાથી સઘળાં પાપકર્મ દૂર થાય છે. અને પરપરિવાદને છોડનારા તે જીવો સારો ચશ અને હર્ષ (આનંદ) પામે છે. / ૯
વિવેચન - ઉપર કરેલી સઘળી ચર્ચાથી પરની નિંદા કરવાની કુટેવને હે જીવ! તું ત્યજી દે, પરપરિવાદ નામનું આ પાપસ્થાનક ઘણું ભયંકર છે. સતત અંતર્હષ અને ઘણો ફ્લેશ કરાવનારું છે. બીજા પ્રત્યે તિરસ્કારનો ભાવ વધતો જાય છે. પરની નિંદા અને પોતાની પ્રશંસા કરવાથી પોતાની પ્રતિષ્ઠા ઘટે છે. ઉત્તમ આત્માઓ પોતાના મુખે પોતાનું નામ પણ લેતા નથી. તો પોતાના ગુણો પોતાની જીવે કેમ બોલાય ? શ્રીપાળ મહારાજાને જ્યારે ધવલશેઠે ડુંબનું કલંક આપ્યું. ત્યારે શ્રીપાળને પોતાની પુત્રી પરણાવનાર રાજા, શ્રીપાળને તેનાં કુળ-ગોત્ર, માત-પિતાનાં નામ આદિ વંશાવલિ વગેરે પુછે છે. ત્યારે શ્રીપાળ મહારાજા પોતાનાં કુલાદિ સ્વમુખે કહેતા નથી. અને રાજાને વ્યંગમાં ઠપકો આપતાં કહે છે કે ગયેલી તિથિ જ્યોતિષિઓ પણ જોતા નથી, તથા પાણી પીધા પછી ઘર પુછવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org