________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય
૧૯૫
શો અર્થ છે ? ઈત્યાદિ. પરંતુ રાજા જ્યારે ઘણા જ આગ્રહથી પુછે છે ત્યારે કહે છે કે આ ધવલશેઠના વહાણો જે આવ્યાં છે. તેમાં મારી બે પત્નીઓ છે. તેઓને બોલાવીને તેઓ પાસેથી મારાં ગોત્રાદિ જાણી લો. કેટલી ગંભીરતા ? કેટલી સજ્જનતા ! જ્યાં પોતાના મુખે પોતાની ઓળખ આપવાની સજ્જન પુરુષોની ઈચ્છા હોતી નથી. તો પછી આત્મપ્રશંસા તો કરવાની રહેતી જ નથી. પ્રશંસાનાં ટાઈટલો બોલવાનાં કે લખવાનાં હોતાં જ નથી.
જો આ આત્મામાં આવા આવા ઉત્તમ ગુણો આવી જાય તો સર્વે પણ પાપકર્મો ટળી જાય છે. અર્થાત્ નાશ પામી જાય છે અને પોતાનું જીવન ઉત્તમ અને ધન્ય ધન્ય બનતાં વગર પ્રયત્ન જ સારો યશ મળે છે. નિર્દોષ અને ગુણીયલ માણસોનો યશ સ્વતઃ જ પ્રસરે છે. અને પોતાનામાં પ્રગટેલી નિર્દોષતા અને ગુણિયલતાનો અતિશય હર્ષ આ જીવ અનુભવે છે. તેથી હે જીવ ! આ પરંપરિવાદનું પાપસ્થાનક તું ત્યજી દે.
“પામે સુજસ તે હર્ષ” આ વાક્યમાં સુજસ શબ્દ વાપરીને ગ્રંથકર્તાએ કર્તા તરીકે પોતાનું શ્રીયશોવિજયજી આવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. મેં ૯ / આ પ્રમાણે “પરપરિવાદ” નામનું જે સોળમું પાપસ્થાનક છે.
તે અહીં સમાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org