________________
૨૨૪
અઢાર પાપસ્થાનક
(૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ - જિનેશ્વર પરમાત્માના શાસનમાં જ્ઞાનપંચમી, મૌન એકાદશી, ચોમાસી ચૌદશ, સંવર્ચ્યુરી પર્વ ઈત્યાદિ પર્વો રત્નત્રયીની આરાધના અને સાધનાથી ઉજવાય છે. આશ્રવોનો ત્યાગ અને સંવરના આસેવનથી આ પર્વો ઉજવવાનાં હોય છે. તેને બદલે સંસાર સુખ અર્થે આ લોકોત્તર પર્વની ઉજવણી કરવી. દિવાળીનું પર્વ ફટાકડા ફોડવાથી અને ઘૂઘરા ફાફડા ખાવાથી ઉજવવું તે લોકોત્તર પર્વગત મિથ્યાત્વ છે.
આ રીતે લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારના દેવ-ગુરુ અને પર્વની સાથે જોડતાં ૬ પ્રકારે મિથ્યાત્વ છે. ત્યાં લૌકિક દેવનો ગુરુનો અને પર્વનો ઘણો આદરભાવ કરવાથી ત્રણ લૌકિક મિથ્યાત્વ થાય છે. અને લોકોત્તર દેવને, લોકોત્તર ગુરુને પુજીને નિયાણું કરવું. લક્ષણહીન ગુરુને ગુરુ માનવા તે લોકોત્તર મિથ્યાત્વ છે તથા જે લોકોત્તર પર્વ છે તે રત્નત્રયીની સાધના માટે છે પરંતુ તે પર્વ રત્નત્રયીની સાધના માટે ન ઉજવતાં ફક્ત આ લોકના સુખની ખાતર ઉજવતાં તે સઘળું લોકોત્તર પર્વગત મિથ્યાત્વ છે. આ સઘળું મિથ્યાત્વ ત્યજવા જેવું છે કે ૯-૧૦ | ઈમ એકવીશ મિથ્યાત્વ ત્યજે જે, ભજે ચરણ ગુરુ કેરાજી સજે ન પાપે, રજે ન રાખે, મત્સર દ્રોહ અનેરાજી /૧૧/ સમક્તિધારી શ્રુતઆચારી, તેહની જગ બલિહારીજી, શાસન સમક્તિને આધારે, તેહની કરો મનોહારીજી ! ૧૨ા
શબ્દાર્થ - ભજે ચરણ ગુરુકેરાજી - ગુરુજીના ચરણોને જે સેવે, સજે ન પાપે - તે જીવ પાપ ન બાંધે “રજે ન રાખે” . રજને પાસે રાખતો નથી. મત્સર દ્રોહ અનેરાજી - ઈર્ષ્યા અને દ્વેષ રૂપી બીજા દોષો, સમકિતધારી - સમ્યકત્વને ધારણ કરનારો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org