________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સક્ઝાય
૨૨૫
શ્રતઆચારી - શ્રત જ્ઞાન અને સદાચારવાળા તેહની - તેઓની, જગ - આ જગતમાં, તેહની કરો મનોહારી - તેવા જીવોથી મનોહર સેવા કરો |૧૧-૧૨ ||
ગાથાર્થ - આ પ્રમાણે ૨૧ પ્રકારનું મિથ્યાત્વ છે જે આત્માઓ આ ૨૧ પ્રકારનું મિથ્યાત્વ ત્યજે છે અને આ મિથ્યાત્વ ત્યજાવનારા એવા ઉત્તમ ગુરુના ચરણકમલને જે સેવે છે તેઓ જ પાપકર્મને બાંધતા નથી. મત્સર દ્રોહ ઈત્યાદિ દોષોરૂપી રજને પાસે રાખતા નથી. જે સમ્યકત્વને ધારણ કરનારા છે. શ્રુતશાસ્ત્રને અનુસાર ઉત્તમ આચારવાળા છે. તેઓની જ આ જગતમાં બલિહારિતા છે. આ જૈન શાસન આવા સમ્યકત્વી જીવોના આધારે ચાલે છે માટે મનોહર તે સમ્યક્ત્વગુણની સેવા (પ્રાતિ) કરો.
વિવેચન - આ પ્રમાણે ર૧ પ્રકારનું મિથ્યાત્વ છે. તેમાંનો એક પણ ભેદ જીવનમાં રાખવા જેવો નથી. બધા જ ભેદો ત્યજવા લાયક છે. જૈન શાસન પામીને આવા મિથ્યાત્વના ભેદો ત્યજી દેવા જોઈએ અને જીવનમાંથી આવા મિથ્યાત્વને દૂર કરાવનારા એવા ઉત્તમ ધર્મગુરુના ચરણકમલની સેવામાં જોડાઈ જવું જોઈએ.
જેઓ મિથ્યાત્વને ત્યજે છે તેઓને જ સદ્ગુરુની સેવા કરવારૂપ ઔષધ કામ આપે છે. આ ઔષધપાન વખતે કુગુરુની સેવારૂપ અપથ્યના સેવનનો ત્યાગ કરવો અતિશય જરૂરી છે. આ રીતે જેઓ સદ્દગુરુનું સેવન કરે છે. કુગુરુઓનો ત્યાગ કરવા દ્વારા જે આત્માઓ પાપકર્મ નવાં બાંધતા નથી. જૂનાં બાંધેલાં પાપકર્મો જેઓ ખપાવે છે. હૈયામાં પરપ્રત્યેનો મત્સરભાવ (ઈર્ષાભાવ) અને દ્રોહભાવ (વૈષભાવ) વિગેરે અન્યદોષોરૂપી રજ (ધૂળ) માથા ઉપર રાખતા નથી. હૃદય અત્યન્ત શુદ્ધ નિર્મળ રાખે છે. પરમાત્માનાં વચનો પ્રત્યે શ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વ ગુણને જેઓ ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org