________________
૯૮
અઢાર પાપસ્થાનક
દોષ સંજોગોવશાત્ હશે એમ કહી દોષોની અવગણના કરે છે. આખું ચાતુર્માસ આ રીતે પૂર્ણ થાય છે અને ઉપર-નીચેના બન્ને મુનિઓ સ્વતંત્રપણે બીજે વિહાર કરે છે.
એક વખત વિચરતા વિચરતા સર્વજ્ઞ પરમાત્મા ત્યાં પધારે છે. ત્યારે તે શેઠ સર્વજ્ઞ પ્રભુને પૂછે છે કે અહીં વસેલા બન્ને મુનિઓમાં હે પ્રભુ! કોણ ઊંચા અને કોણ નીચા હતા. પ્રભુ કહે છે કે નીચે ઉતરેલા મુનિ આચારપાલનમાં ભલે સારા હતા. પરંતુ માયામય સ્વભાવ હોવાથી નિંદકવૃત્તિના કારણે તેઓને આ સંસાર દુસ્તર બનશે અને બીજા મુનિ કે જેઓ ઉપર ઉતરેલા હતા તેઓને અલ્પકાળમાં જ ભવનો તાગ-છેડો આવશે, અંત આવશે. આવું સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું.
આ કથા ઉપરથી માયાવી સ્વભાવ જીવને સંસારમાં કેવો રખડાવનાર છે ? તે જાણીને હે જીવ ! માયાનો તું ત્યાગ કર તે ૫-૬ | વિધિ નિષેધ નવિ ઉપદિશે, સુણો એકાંતે ભગવંત ગુણ. કરણીએ નિષ્કપટી હવું સુણો, એ આણા છે તંત.
ગુણo || ૭ | શબ્દાર્થ - વિધિ નિષેધ - આમ કરવું અથવા આમ ન જ કરવું, કરણીએ - કરણીમાં આચાર-પાલનમાં, નિષ્કપટી - માયા વિનાના, હવું – થવું, સહેલું તંત - શાસ્ત્ર. || ૭ ||
ગાથાર્થ - કોઈ પણ વિષયની વિધિનો કે નિષેધનો ભગવંતે એકાંતે ઉપદેશ આપ્યો નથી. પરંતુ ગમે તેવાં કારણો આવે તો પણ કરણીમાં નિકપટી જ રહેવું આવી ભગવંતની આજ્ઞા છે એમ શાસ્ત્ર કહે છે આ ૭ /
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org