________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય
૧૮૯ સુંદર “એ કુશીલને ઈમ કહે, “કોપ હુઓ” જે ભાખે હો. સુંદર તેહ વચન નિંદકનો તણું, દશવૈકાલિક સાખે હો.
સુંદર. | ૬ || શબ્દાર્થ - રૂપ - સ્વરૂપ, દાખીએ - વાસ્તવિકપણે જણાવીએ, રંગ - સ્વરૂપ, એ કુશીલ - આ કુશીલ છે, દુષ્ટ છે, કોપ દુઓ - તેણે ઘણો ક્રોધ કર્યો ઈત્યાદિ, તેહ વચન નિદકનો - આવાં આવાં વચનો નિંદક જીવનાં જાણવાં. | પ-૬ II
ગાથાર્થ - કોઈપણ પદાર્થનું સ્વરૂપ મનમાં ધારી ન લેવું. સર્વે પણ પદાર્થોનું પોતપોતાનું યથાર્થ સ્વરૂપ જણાવવું. તેમાં કંઈ નિંદા કહેવાતી નથી, આવું બીજ અંગમાં (સૂયગડાંગ સૂત્રમાં) કહ્યું છે. “આ કુશીલ છે. અને આ દુષ્ટ છે. આવું જે બોલે, તથા આ માણસે ઘણો ક્રોધ કર્યો ઈત્યાદિ જે કહે, તે સઘળાં વચનો નિંદક પુરુષતણાં છે. આમ દશવૈકાલિકમાં કહ્યું છે. / પ-૬ /
વિવેચન - “પરની નિંદા કરવી” આ પાપસ્થાનક સમજાવાય છે જે ત્યજવા જેવું જ છે. તેનાથી વેરઝેર વધે જ છે.
જગતના સઘળા પદાર્થો ઉંચા-નીચા સ્વરૂપવાળા હોય જ છે. જેમકે ૨૦૦ રૂપિયાની પણ સાડી હોય, ૪૦૦ રૂપિયાની પણ સાડી હોય, ૧૦૦૦ રૂપિયાની પણ સાડી હોય અને પ-૨૫ હજારની પણ સાડી હોય. તેમાં પ-૨૫ હજારની સાડી ભારે (વધારે ગુણવત્તાવાળી) છે. અને ૨૦૦-૪૦૦ રૂપિયાવાળી સાડી તેના કરતાં હલકી (ઓછી ગુણવત્તાવાળી) છે. દરેક સાડીનું પોતપોતાનું જ સ્વરૂપ છે. તે તેમાં છે. પોત-પોતાના સ્વરૂપથી સર્વે સાડી બરાબર જ છે.
તેમાંથી જ્યારે કોઈ એકનું સ્વરૂપ મનમાં ધારી લઈએ છીએ ત્યારે બીજી સાડીઓ પ્રત્યે અણગમો પેદા થાય છે. તેનું હલકાપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org