________________
૧૯૦
અઢાર પાપસ્થાનક
મનમાં ચિતરાતું જાય છે. અને આ જીવ બોલવા જ માંડે છે. તેવી જ રીતે સઘળા પદાર્થો પ્રત્યે જાણવું. જગતના કોઈપણ પદાર્થો સારા જ છે કે ખરાબ જ છે આમ નથી. સૌ કોઈ પોતપોતાના ગુણધર્મથી ભરેલા છે. પરંતુ જ્યારે કોઈ એક પદાર્થના સ્વરૂપ પ્રત્યે મન ઠરે છે ત્યારે બીજા બધા હલકા છે એવું મનમાં ભાસે છે. માટે કોઈપણ પદાર્થના રૂપાદિ ગુણો જોઈને તેને મનમાં ધારી ન લેવું કે જેથી બીજા પદાર્થો હલકા લાગે. અને તેની નિંદા કરવાનું શરૂ થઈ જાય.
જીવ પદાર્થ ઉપર પણ આમ જ સમજવું. કોઈ એક પુરુષ ગમી જાય, તેના હાવભાવ, રૂપરંગ, બોલવા ચાલવાની છટા ગમી જાય એટલે તેનાથી મનમાં બીજા બધાય ઘણા હલકા જ દેખાય. તેનાથી એકની પ્રશંસા અને બીજાની નિંદા જ શરૂ થાય. તે માટે કોઈ એક પદાર્થ ઉપર મન ચોંટાડવું નહીં. પરંતુ મનમાં કોઈપણ પદાર્થ કે પુરુષ પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ લાવ્યા વિના જે જે પદાર્થ કે પુરુષ પોતપોતાના ગુણધર્મથી જેવો છે તેવો તેને વાસ્તવિકપણે કહેવામાં કોઈ નિંદા ગણાતી નથી. જેમકે હીરો અને કાચ દેખાવમાં સરખા હોવા છતાં હીરાને હીરો કહેવામાં (કિંમતી છે એમ કહેવામાં) અને કાચને કાચ કહેવામાં (બીનકિંમતી છે એમ કહેવામાં) કોઈની પ્રશંસા કે નિંદા કરી કહેવાતી નથી.
મનમાં ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ રાખ્યા વિના વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કહેવામાં કંઈ નિંદા થઈ જતી નથી. માત્ર મનમાં કોઈનું મહત્ત્વ ધારીને પછી બીજાને હલકુ ચિતરીએ ત્યારે જ નિંદા થઈ કહેવાય છે. આવા પ્રકારનું બીજા અંગમાં (સૂયગડાંગ સૂત્રમાં) કહ્યું છે.
આ જીવ કુશીલ છે. આ જીવ દુષ્ટ છે. આ માણસ દુરાચારી છે. આ જીવે ઘણો ક્રોધ કર્યો, તે તો ઘણો અભિમાની છે. તે માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org