________________
માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
દોષને, નિવારી - રોકીને, શુદ્ધભાષકની શુદ્ધ ધર્મદેશના આપનારાની બલિહારી - તેજસ્વિતા-પ્રભાવ, અમોલે - જેનું કોઈ મૂલ્ય નથી તેવું. ॥ ૧૧-૧૨ ||
ગાથાર્થ - જે જે આત્માઓ શાસ્ત્રાનુસારી પોતાની મહાવ્રત પાલવાવાળી મર્યાદા જાણીને, તેનો હૃદયથી યથાર્થ નિર્ણય કરીને, માયામૃષાવાદને રોકીને, સૂત્રાનુસારિણી શુદ્ધ ધર્મદેશના આપે છે. તેઓની જ આ કાળમાં બલિહારી છે.
૨૦૭
જેઓ માયાપૂર્વક મૃષાવાદ બોલતા નથી. તેઓને તોલે આવે એવું આ જગતમાં કોઈ જ નથી. આવા જીવો જ અમૂલ્યપણે સારો
યશ પામીને શોભે છે. II ૧૧-૧૨ ||
વિવેચન - માયા મૃષાવાદ પાપસ્થાનક ઘણું જ ભયંકર છે. તે ઉપર સમજાવવામાં આવ્યું છે. તેથી જે જે મહાત્મા પુરુષો તેને છોડી દે છે અને જીવનને પવિત્ર બનાવે છે. શાસ્ત્રાભ્યાસ કરીને, શાસ્ત્રાનુસારી સાધુજીવનની શું મર્યાદાઓ છે તે સમજીને, હૃદયમાં તે શાસ્ત્રમર્યાદાઓનો અભ્યાસપૂર્વક નિર્ણય કરીને ચાલે છે. શુદ્ધ જીવન જીવે છે. મહાવ્રતાદિનું સમ્યક્ પ્રકારે પાલન કરે છે માયામૃષાવાદ (આદિ) દોષોનું નિવારણ કરે છે. કોઈપણ પાપસ્થાનકને પોતાનામાં પ્રવેશવા દેતા નથી.
તથા ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને ગીતાર્થ ગુરુજી પાસે ઉંડો સૂક્ષ્મ શાસ્ત્રાભ્યાસ કરીને કાલપરિપક્વ થતાં પાટે બેસીને શુદ્ધ ધર્મદેશના આપે છે. પોતે સારૂ પાલે છે અને બીજાની પાસે જે સારૂ પળાવે છે. અલ્પ માત્રાએ પણ ઉત્સૂત્ર બોલતા નથી તેઓની જ આ કાળમાં આ શાસનમાં બલિહારી છે તેઓ જ સાચા તેજસ્વી-પ્રતાપી અને વિજયવંત છે. તેઓથી જ આ શાસન શોભાયમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org