________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય
સાથે ક્રોધ પામેલા જ્વલનપ્રભે ત્યાં આવીને દાવાનલ જેમ વૃક્ષોને બાળે તેમ તે સર્વને બાળીને ભસ્મ કરી નાખ્યા. ‘કાયર એવા આપણા દેખતાં જ આપણા સ્વામીને બાળી નાખ્યા. આપણને ધિક્કાર થાઓ.' એમ ચિંતવતા શરમથી સૈનિકો અયોધ્યા નજીક આવીને રહેલા હતા. આપણા સ્વામીને હવે મુખ પણ કેવી રીતે બતાવવું ? અને આ વાત પણ કેવી રીતે કહેવી ? એ પ્રમાણે તેઓ મંત્રણા કરતા હતા, ત્યારે કોઈક બ્રાહ્મણે તેમને આમ કહ્યું કે, આ વાત રાજાને હું એવી રીતે કહીશ, જેથી તેમને મોહ નહિં થાય અને તમારા પ્રત્યેનો રોષ પણ ઉતરી જશે. તમે ગભરાશો નહિં.' એમ તે સૈનિકોને કહીને એક અનાથ મૃતક લાવીને તે બ્રાહ્મણ રાજદ્વારે ગયો અને પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો હોય એમ વિલાપ કરવા લાગ્યો. રાજાએ વિલાપનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, મારો એકનો એક પુત્ર સર્પ કરડવાથી ચેષ્ટા વગરનો બની ગયો છે. માટે હે દેવ ! આને જીવતો કરો. પછી રાજાએ સર્પનું ઝેર ઉતારનારા એવા નરેન્દ્રોને આજ્ઞા કરી એટલે તેઓએ પણ પોતાના મંત્ર-કૌશલ્યનો પ્રયોગ કર્યો, પરંતુ રાખમાં નાખેલા ઘીની માફક તે નિષ્ફળ ગયો. આ મરેલાને જીવતો કરવો શક્ય નથી, તેમજ આ બ્રાહ્મણ પણ સીધી રીતે સમજાવી શકાય તેવો નથી એમ વિચારી તેઓએ કહ્યું કે, ‘અત્યાર સુધીમાં પહેલાં જેને ઘેર કોઈ મૃત્યુ પામ્યો ન હોય ત્યાંથી તું ઘણી રાખ લાવ તો તેનાથી અમે આને જીવતો કરીએ.' ત્યાર પછી રાજાના હુકમથી દ્વારપાળો નગરીઓમાં, ગામોમાં તપાસ કરવા ગયા, પણ એવું એક ઘર ન મળ્યું કે અત્યાર સુધી જેને ત્યાં કોઈ મૃત્યુ પામ્યા ન હોય. રાજાએ પણ કહ્યું કે, ‘મારા કુલમાં પણ કુલકરો મૃત્યુ પામ્યા છે. ભગવાન ૠષભસ્વામી, ભરત ચક્રવર્તી, રાજા બાહુબલી,, સૂર્યયશા, સોમયશા અને બીજા અનેક મૃત્યુ પામીને કોઈ મોક્ષે અને કેટલાક સ્વર્ગમાં ગયા. જિતશત્રુ મોક્ષે ગયા, સુમિત્ર દેવલોકે ગયા. મૃત્યુ સર્વ માટે
Jain Education International
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org