________________
(૧૪)પૈશુન્ય - ચાડી ખાવી
(૧૫)તિ-અતિ - હૃદયમાં રહેલી પ્રીતિ-અપ્રીતિ, ગમો-અણગમો, ખુશી
નાખુશી ભાવ.
(૧૬)પરપરિવાદ - પારકાની નિંદા કરવી, હલકાઈ ગાવી, બીજાને દોષિત ચીતરવો, કોઈનું પણ બુરું બોલવું.
(૧૭)માયા-મૃષાવાદ - માયા-કપટ રાખીને, તે પૂર્વક જુઠું બોલવું. (૧૮)મિથ્યાત્વશલ્ય - અવળી બુદ્ધિ, ઉંધી દષ્ટિ, સારાં તત્ત્વોને ખોટાં તત્ત્વો માનવાં, અને ખોટાં તત્ત્વોને સારા તત્ત્વો માનવાં.
ઉપર મુજબ કુલ ૧૮ પાપસ્થાનક છે. સવાર-સાંજના પ્રતિક્રમણમાં દરરોજ બોલાય છે. આ અઢારે પાપસ્થાનક ત્યજવા જેવાં છે. તેથી તેને બરાબર ઓળખવાં જોઈએ. જો ઓળખીએ, જાણીએ તો જ છોડી શકાય. માટે જ ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ ૧૮ સજ્ઝાયો બનાવી છે. તેના વિશેષ અર્થો આપણને બરાબર સમજાય તેટલા માટે જ અમે આ વિવેચન સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ છે. આ વિવેચન ચિંતન-મનન કરવા જેવું છે. વારંવાર અભ્યાસથી આ પાપસ્થાનકોને દૂર કરી શકાય છે.
આ સજ્ઝાયમાં કેટલાંક શબ્દો અને વાક્યો અટપટીયા છે. જલ્દી અર્થો ન બેસે તેવા પણ છે. યથાશક્તિ અમે અર્થો ખોલ્યા છે. તથા ઘણા ઘણા સ્થાનોએ અર્થો ખોલવામાં પ.પૂ. આ. મ. શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. આ. મ. સા. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. આદિ મહાત્મા પુરુષોએ સાથ-સહકાર આપ્યો છે. તથા પરિશ્રમ લીધો છે તે બદલ ઉપરોક્ત સર્વે ગુરુભગવતોનો હું ઘણો જ આભાર અને ઉપકાર માનું છું.
ઉત્તમ-મુમુક્ષુ આત્માઓ આ સજ્ઝાય તથા તેના અર્થો ભણીને આત્મકલ્યાણ સાધે એ જ આશા.
લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન : (૦૨૬૧) ૨૭૮૮૯૪૩
ઠેકાણું - એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, કોલેજ સામે, ન્યુ રાંદેર રોડ, નવયુગ Educatસુરત-૩૯૫૦૦૯, (India)or Private & Personal Use U1
wearelibrary.org