________________
માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સક્ઝાય
૮૭
શબ્દાર્થ - શીલ - સંસ્કાર, ત્રિવર્ગ - ધર્મ, અર્થ અને કામ, કણેસર્વે - સર્વનો નાશ કરે, ભંજક - ભાંગનાર, હોને - થાય છે, લંપક - લૂંટનાર, છેક - છેલ્લે, વિવેક-નયનનો - વિવેકરૂપી નેત્રનો, એહ જે છાંડે - જે લોકો આ માનને છોડે છે, તાસ - તને, પછે - પછી. || ૫ ||
ગાથાર્થ - “માન નામનો આ કષાય” વિનયગુણનો, શાસ્ત્રાભ્યાસનો, તપનો, સંસ્કારનો, અને ધર્મ-અર્થ-કામ એમ બિવર્ગનો નાશ કરનાર છે તથા આ માન ભવોભવમાં જ્ઞાનગુણનો ભંજક છે. વિવેક, દશા રૂપી નેત્રનો છેવટે લોપ કરનાર છે. જે જીવો આ માન કષાયને છોડે છે. તેઓને પછી દુઃખ રહેતું નથી / પ
વિવેચન - માન કષાય આત્માના કેટલા ગુણોનો નાશ કરે છે. તે વિષય આ ગાળામાં સમજાવ્યો છે. માનવાળો માણસ ક્યાંય નમે નહીં, બધે જ મોટાઈ પૂર્વક અધ્ધર જ ચાલે છે તેથી વિનયગુણ જે નમ્રતાના સ્વભાવવાળો છે. તે ત્યાં ટકે નહીં આ રીતે માનકષાયથી મોટાઈવાળા અને અભિમાની થવાના કારણે સૌથી પ્રથમ વિનયગુણનો નાશ થાય છે.
માનકષાયવાળો જીવ ઉદ્ધતભાષી બનવાથી ગુરુની પ્રસન્નતા મેળવી શકતો નથી તેથી તથા સ્વમાન સાચવવાના, અને અપમાન થયું હોય તો તેનાથી થયેલા ક્રોધના આવેશોના વિચારોમાં ચિત્ત વ્યગ્ર રહેવાથી શાસ્ત્રાભ્યાસ પામી શકે નહીં. પ્રાયશ્ચિત કરવું, માફી માગવી, આલોચના કરવી, આવો ભાવ તથા પ્રાયશ્ચિત્તરૂપે તપ તો અક્કડતાના કારણે આવતો જ નથી. ઉદ્ધતભાષણ અને ઉદ્ધત વર્તન હોવાથી સંસ્કારો રહેતા જ નથી. આના કારણે જ ગૃહસ્થજીવનમાં કરવા યોગ્ય એવા ધર્મ, અર્થ અને કામ આમ ત્રણે વર્ગને તે આચરી શકતો નથી. અને યત્કિંચિત્ કદાચ તે ત્રિવર્ગનું આચરણ કરે તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org