________________
અઢાર પાપસ્થાનક
વંદન કરવા જવું અને તેમાં પણ પરમાત્માને વંદન કરવા જવું તે ઘણું જ સારૂં કામ છે. તેથી રાજકીય સઘળા ઠઠારા સાથે તેઓ બીજા દિવસે વંદન કરવા નીકળ્યા. પરંતુ તેમાં જે આવો ભાવ વર્તે છે કે “આજ સુધી કોઈએ ન કર્યુ હોય તેવું” આ ભાવ સારો નથી. અભિમાન સૂચક છે તેથી ઈન્દ્ર મહારાજાએ અવિધ જ્ઞાનથી આ વાત જાણીને દૈવિક ઋદ્ધિવાળા ઐરાવણ હાથીની વિકુર્વણા કરીને તે ઈન્દ્ર મહારાજા પરમાત્માને વંદન કરવા માટે બીજી બાજુથી આવ્યા. આ રીતે દૈવિક ઋદ્ધિ વધારે વિકુર્તીને દશાર્ણભદ્ર રાજાનું માન તોડ્યું.
૮૬
સ્થૂલિભદ્રજી શ્રુતકેવલી એવા શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતા, દશપૂર્વનો અભ્યાસ થયા પછી દશમા પૂર્વના શાસ્ત્રાભ્યાસના કારણે અનેક લબ્ધિઓ તેઓને પ્રગટ થઈ હતી જ્યારે તેઓની સાત બહેનો વંદન કરવા આવ્યા, ત્યારે શ્રુતનો મદ થયો, સિંહનું રૂપ વિકવ્યું. શ્રુતના મદરૂપ આ વિકારના કારણે વધારે શ્રુત ભદ્રબાહુસ્વામીએ આપ્યું નહીં. આમ માનકષાયે ઘણા જીવોને પરાભવ પમાડ્યો છે. માનની મસ્તીમાં આવેલો આ જીવ ઘણાં કુકર્મો કરીને નરકનો અધિકારી બને છે માટે હે જીવ ! માન ત્યજી દેવું જોઈએ ॥ ૪ ॥
વિનય-શ્રુત-તપ-શીલ-ત્રિવર્ગ હણે સર્વે, માન તે જ્ઞાનનો ભંજક હોવે ભવો ભવે ।
લૂપક છેક વિવેક-નયનનો માન છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે પછે ॥ ૫ ॥
(૧) વિવેકનયનનો આ પાઠને બદલે કોઈ કોઈ પુસ્તકોમાં વિવેકરયણનો અથવા વિવેકનયનો આવા પાઠો પણ છે. શબ્દો પ્રમાણે અર્થ સુગમ છે. તે સ્વયં સમજી લેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org