________________
૪૩
અઢાર પાપસ્થાનક
માગણી કરી. કામવર્ધક ચેનચાળા કરવા લાગી. આ જોઈને શેઠ બધી બાજી સમજી ગયા. પણ હવે બળ વાપરવામાં નુકસાન છે. એમ સમજીને કળ વાપરી.
કપિલાને કહ્યું કે, તે આ કામ માટે મને લાવ્યો તે ઘણી ભૂલ કરી છે કારણ કે હું છું પુરુષના વેશમાં, પણ નપુંસક છું. તારું ધાર્યું કાર્ય સિદ્ધ નહીં થાય. આ વાત જાણીને કપિલા ઠંડી પડી ગઈ. શેઠને ઘર બહાર કાઢી મૂક્યા. શેઠ પોતાને ઘેર આવ્યા અને મનમાં પ્રતિજ્ઞા કરી કે એકલા કોઈ દિવસ કોઈને ઘરે ન જવું.
એકવાર ગામ બહાર ઈન્દ્ર મહોત્સવ હતો, સઘળું ગામ આનંદ માણવા આવ્યું હતું ત્યાં કપિલાએ સુદર્શન શેઠને તેમનાં પત્ની મનોરમા તથા પોતાના છ પુત્રો સાથે આનંદ કરતા જોયા, કપિલાએ પોતાની સાથે રહેલી દધિવાહન રાજાની પત્ની અભયાને પૂછયું કે, આ છ છોકરાઓ અને તેની સાથે તેનાં માતા-પિતા કોણ છે? રાણી અભયાએ કહ્યું કે તને ખબર નથી. આ શેઠ સુદર્શન છે. તેનાં પત્ની મનોરમા છે અને તેઓનાં ૬ પુત્રો છે. કપિલા કહે છે કે આમ બને નહીં. આ બાબતમાં મને આશ્ચર્ય થાય છે.
રાણી (મૂલ વાતની અજાણ હતી એટલે) કહે છે. તેમાં આશ્ચર્ય શું છે સ્વાધીનપતિવાળી પતિવ્રતા સ્ત્રી હોય, તેને અનેક બાળકો થાય ! તેમાં આશ્ચર્ય શું ? કપિલાએ કહ્યું કે સુદર્શન શેઠને તો પુરુષનો વેષ જ છે. પણ હકીકતથી તે નપુંસક છે તો આ છે બાળકો થયાં કેવી રીતે ? રાણી અભયાએ કહ્યું કે તે કેવી રીતે જાણ્યું કે આ નપુંસક છે ! ત્યારે કપિલાએ પોતે આચરેલી બધી જ હકીકત કહી અને કહ્યું કે મેં તેની સાથે ભોગ ભોગવવા મહેનત કરી પણ તેણે કહ્યું કે હું “નપુંસક એટલે મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. રાણી અભયાએ કહ્યું કે કપિલા ! તમે છેતરાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org