________________
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય દશામાં જ રહે છે. અરણ્યમાં ભટકતાં જ રહેવાનું બને છે. ચડ્ડી અને બનીયનધારી થઈને રખડતા રહેવાનું જ થાય છે. મકાન વિનાના, પરિવાર વિનાના, ધન વિનાના, અને દુનિયાદારીના ઉચિત જીવન વિનાના આ જીવો સદા રખડતા-ભટકતા દરિદ્રી જ હોય છે.
“ચોરીથી હો ધન ન ઠહરે નેટ” - ચોરીથી લાવેલું ધન નેટ-નક્કી કાયમ ટકતું નથી. કારણ કે જાગારાદિનાં વ્યસનોથી, ઈન્દ્રિયોના મોજશોખનાં વ્યસનોથી અને પરસ્પરની લઢવાની વૃત્તિઓથી તે ધન ઘણું ખરું ચાલ્યું જ જાય છે. ઠહેરતું નથી અને કદાચ ઠહરે તો પણ ઘણો કાળ ઠહેરતું નથી.
ચોરનો કોઈ ધણી નહીં” જેની ચોરી કરવાની જ વૃત્તિ હોય છે. તેને પોતાના ધંધામાં કોઈ ક્યાંય નોકરીએ બેસાડતું નથી. કદાચ બેસાડે તો લાંબો ટાઈમ રાખતું નથી. એટલે કે આવા ચોરનો શેઠ થવા કોઈ તૈયાર થતો નથી. તેથી કોઈ માલિક થતો નથી. સ્વચ્છંદપણે આ જીવ જંગલોમાં જ ભટક્તો જ રહે છે અને તેના કારણે ચોરનું પેટ સદા ભૂખ્યું જ રહે છે. ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં. રહેવાનું ઠેકાણું નહીં, કપડાં-લત્તાનું ઠેકાણું નહીં આવું દુઃખી દુઃખી જીવન ચોરનું હોય છે. સમાજમાં આવવાનું નહીં, કોઈ જાતની પ્રતિષ્ઠા નહીં, કોઈ કન્યા આપે નહીં, આપે તો લાંબો ટાઈમ ટકે નહીં આવાં આવાં અનેક અનેક દુઃખો આ ભવમાં ચોરીના વ્યસનવાળા જીવને હોય છે !ારા જિમ જલમાંહે નાખીઓ, તલે આવે તો જલને અયગોલ કી ચોર કઠોર કરમ કરી, જાયે નરકે હો તિમ નિપટ નિટોલ કા
ચોરી વ્યસન નિવારીએ | ૩ || શબ્દાર્થ - જલમાંહે - પાણીમાં, નાખીઓ – નાખેલો, તલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org