________________
૨૮
આવે - તળીયે બેસે, જલને - પાણીના, અયગોલ - લોઢાનો ગોળો, કઠોર કરમ કરી ભયંકર કર્મો કરીને, જાયે નરકે નરકમાં જાય છે, નિપટ - નિર્વસ્ત્ર, નિર્લજ્જ, નિટોલ - નઠોર, અનુચિત કામ કરનારો. ॥ ૩ ॥
·
અઢાર પાપસ્થાનક
ગાથાર્થ - જેમ પાણીમાં નાંખેલો લોઢાનો ગોળો પાણીના તળીયે બેસી જાય છે. તેમ નિર્લજ્જ અને નઠોર એવો તે ચોરી કરનારો જીવ કઠોર (ભયંકર) કર્મો કરીને નક્કી અવશ્ય નરકે જ જાય છે. II ૩ ||
વિવેચન - લોઢાનો ગોળો” જે નક્કર છે. વજનદાર છે તેને નદી-તળાવ કે સમુદ્રના પાણીની સપાટી ઉપર નાખો તો પણ તે સપાટી ઉપર ન રહેતા અવશ્ય પાણીના તળીયે જ જાય છે. અને તળીયે જઈને જ બેસે છે તેવી રીતે ચોરી કરનારો ચોર પુરુષ પણ ચોરી કરવાનાં ભયંકર કર્મો દ્વારા “ભારે કર્મી” થયો છતો અવશ્ય નીચે જ જાય છે અર્થાત્ નરક-નિગોદમાં જ જાય છે તેની કદાપિ ઉર્ધ્વગતિ થતી નથી પણ અધોગતિ જ થાય છે. આવા પ્રકારની ચોરી કરનારો આ જીવ નિર્વસ્ત્ર અર્થાત્ નિર્લજ્જ હોય છે. તથા પાપકર્મ કરવામાં નઠોર-કઠણ કાળજાવાળો હોય છે. માટે હે જીવ ! ચોરી કરવાનું આ વ્યસન ત્યજવા જેવું છે તેની ટેવ સારી નથી. જગતમાં પણ અવિશ્વાસનું જ કારણ બને છે. અપયશ અને નિંદાની જ વૃદ્ધિ કરનારૂં આ વ્યસન છે || ૩ ||
Jain Education International
નાઠું-પડ્યું-વલી વિસર્યું,-રહ્યું-રાખ્યું-હો થાપણ કર્યું જેહ કે તૃણ-તુસ માત્ર ન લીજીએ, અણદીધું હો કિહાં કોઈનું તેહ કે।।
ચોરી વ્યસન નિવારીએ ॥ ૪ ॥
શબ્દાર્થ - નાડું - નાશી ગયેલું, ભાગી ગયેલું, અથવા
For Private & Personal Use Only
www.jainelibrary.org