________________
૨૨૦
અઢાર પાપસ્થાનક
મિથ્યાત્વ કહેવાય છે. આ પાંચે ભેદો જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે પરંતુ જે સમજુ લોકો છે તે જ જાણે છે -૮ w
વિવેચન - (૧) અભિગ્રહિક મિથ્યાત્વ-પોત પોતાની બુદ્ધિમાં જે બેસે તેને જ સાચું માની લેવું. બાકીનું બીજાં બધું જૂઠું માનવું તે અભિગ્રહિક મિથ્યાત્વ સમજવું. સ્યાદવાદ દૃષ્ટિનો જ્યાં ઉઘાડ નથી. એકાન્ત પોતાના પક્ષનો જ આગ્રહ છે. તેના કારણે જ બીજાના વિચારો પ્રત્યે અસહિષ્ણુ હોય છે તે આ અભિગ્રહિક મિથ્યાત્વ છે.
(૨) અનભિગ્રહિક મિથ્યાત્વતાત્ત્વિક કસોટી કર્યા વિના ગોળ અને ખોળને સરખો માનનારાઓની જેમ બધા ધર્મોને સરખા માનવા. વિવેક વિકલતાના કારણે અહીં વિવેક હોતો નથી. કોઈકવાર ઉપરછલ્લી લાગણીને વશ થઈને સર્વે પણ ભગવંતો જ છે. સર્વે દેવો ભગવંત જ છે. સર્વે ગુરુઓ પૂજનીય છે. માટે સમાન છે. બધા જ સારા છે. બધાને જ વંદન કરવું જોઈએ. આપણે ભેદભાવ શા માટે રાખવો. આવી વાતો કરનારા વીતરાગપ્રભુને અને સ્ત્રીવાળા તથા શસ્ત્રવાળા ભગવંતને પરસ્પર (વિરુદ્ધ વર્તન હોવા છતાં) એક સરખા માને છે તે આ મિથ્યાત્વ છે. સર્વ ભગવંતોનું સાથે એક મંદિર બનાવવામાં આ મિથ્યાત્વ લાગે છે.
(૩) આભિનિવેશિક - અજ્ઞાન દશાના કારણે અથવા ઉતાવળીયા સ્વભાવના કારણે કંઈક જેમ તેમ આડા-અવળું અથવા જૂઠું બોલાઈ ગયું ત્યાર પછી જ્ઞાનીએ ભૂલ સમજાવી. તે પોતાની ભૂલ પોતાને સમજાવા છતાં ન સુધારવી અને માનહાનિ આદિના કારણે પૂર્વની વાતનો હઠાગ્રહ પકડી રાખવો અને યેનકેન પ્રકારેણ તેને સાચુ કરવા મહેનત કરવી. જેમ ગોષ્ઠામાહિલાએ જીવ-અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિની સ્થાપના કરી હતી તેમ અહીં જાણવું.
(૪) સાંશયિક મિથ્યાત્વ - જિનેશ્વર પરમાત્માના વચનોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org