________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય
अङ्गं गलितं, मुण्डं पलितं, दशनविहीनं जातं तुण्डं । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ १ ॥
શરીર ગળી જાય, માથે ધોળા વાળ આવે, મુખ દાંતો વિનાનું થાય, ઘરડો થયેલો તે પુરુષ લાકડી લઈને ચાલે તો પણ ભોગની આશાનો પિંડ આ જીવ છોડતો નથી. ।। ૧ ||
આ કારણે મૈથુનમાં મોહાન્ધ બનેલું આખું જગત છે. જે જીવો આ મૈથુનને છોડીને, નિર્વિકારી બનીને, બ્રહ્મચર્યાદિ ગુણમાં વર્તે છે. તે જ ખરેખર આશ્ચર્ય છે. સારાંશ કે અબ્રહ્મમાં-મૈથુનમાં તો સઘળી દુનિયા લપેટાયેલી છે પણ જે લોકો આ વિકારોને જીતીને નિર્વિકારી થઈને બ્રહ્મચારીપણે વર્તે છે તે જ એક મોટું આશ્ચર્ય છે.
॥ ૧ ॥
રૂડું લાગે રે એ ધૂરે, પરિણામે અતિ અતિ ક્રૂર | ફલ કિંપાકની સારિખું, વરજે સજ્જન દૂર ॥ ૨ ॥
શબ્દાર્થ
રૂડુ લાગે - મીઠું લાગે - સુખદાયી લાગે
સારૂં લાગે, એ - આ મૈથુન ક્રીડા, ઘૂરે - પ્રારંભમાં, પરિણામે - કાલાન્તરે, અતિ અતિ ક્રૂર અતિશયથી અતિશય ભયંકર, ફલ કિંપાકની - કિંપાકના લ, સરિખુ - સદ્દશ, વરજે ત્યજે, સજ્જન દૂર - સજ્જન પુરુષો દૂરથી જ. | ૨ ||
૩૭
-
-
Jain Education International
-
ગાથાર્થ
આ મૈથુન ક્રીડા પ્રારંભમાં મીઠી લાગે પણ પરિણામે અતિશય અતિશય ભયંકર છે. કિપાકના ફલ સમાન છે તેથી સજ્જન પુરુષો તેને દૂરથી જ વર્ષે છે. || ૨ ||
For Private & Personal Use Only
-
વિવેચન - અબ્રહ્મચર્યમાં એટલે મૈથુનક્રીડામાં જોડાતાં પ્રારંભમાં સારૂં લાગે, મીઠું લાગે, સુખદાયી લાગે, પરંતુ ઘણી જીવહિંસા હોવાથી, અને રાગની-વિષય વાસનાની વૃદ્ધિ કરનાર હોવાથી
www.jainelibrary.org