________________
દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સજઝાય
૧૪૧
જન્મથી જ અન્ય પ્રાણીઓને મારે છે.” તેમ માનવનો ભવ પામીને પણ કષાયી જીવો ભવના કારણે તેવાં તેવાં પાપો કરે છે. હલકા કુલમાં જન્મેલા જીવોનો ભવ હલકા સંસ્કારોવાળો હોવાથી હલકાં જ કામો કરવાને ટેવાયેલા છે. હે જીવ ! તું કેટલા ઉપર દ્વેષ કરીશ. અને તારા દ્વેષથી કોઈ પાપી જીવ પોતાનું પાપ છોડી દેવાનું નથી. માટે તે પાપી જીવોનો ભવ જ આવો છે કે આખો ભવ આવાં જ કામો કરવામાં પસાર થવાનો છે. તેવી તેની ભવસ્થિતિનું ચિંતન કરીને હે જીવ ! તેના ઉપરના દ્વેષથી તું વિરામ પામ. આવા દ્વેષથી તો આપણામાં જ વૈરની પરંપરા, ચિકણાં કર્મોનો બંધ, અને ગુણસ્થાનકોમાંથી પતન થાય છે. પરનું કલ્યાણ થતું નથી અને આપણા પોતાના જીવનું અકલ્યાણ થયા વિના રહેતું નથી. આવો ખોટનો ધંધો હે જીવ ! કરીને શું લાભ? માટે દ્વેષ ન કર અને તેઓના ભવની સ્થિતિ જ આવી છે એમ વિચારીને મધ્યસ્થ થા.
આમ કરવાથી તારામાં પોતાનામાં આવા પ્રકારનો વેષ ન થવાથી તને આવા પ્રકારના બીજા પાપી જીવો ઉપર ક્રોધ, ઈર્ષ્યા, કલેશ, તેને મારવા આદિના દુષ્ટ પરિણામો નહી આવે. તું સમતાભાવમાં રહીશ, પાપીને મારવા અને દંડવાના કામમાં જોડાવાનું મન નહીં થાય, તેથી તારા આવા પ્રકારના ઉત્તમ આચરણ વડે
સુજસ વિલાસે” તારો સારો યશ આ જગતમાં વિના પ્રચારે ફેલાશે. હે જીવ ! તું આત્માનું કલ્યાણ કરનારો તો બનીશ જ, પણ જગતમાં તારો યશ પણ ફેલાશે. આ રીતે તારા આત્માની ઉત્તમતા જેમ જેમ વધતી જશે તેમ તેમ તારા ગુણો દીપકના પ્રકાશની જેમ સ્વતઃ જ પ્રકાશિત થશે. માટે નિર્ગુણી અને પાપી એવા જીવોનાં પાપકાર્યો બની શકે ત્યાં સુધી જોવાં જ નહીં અને સાંભળવાં જ નહીં. કારણ કે જોવથી અને સાંભળવાથી તેષ વધે છે. હકીકતથી તો દોષિત જીવોની આવી જ પરિસ્થિતિ હોય છે. જગતની આ સ્થિતિ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org