________________
૧૪૦
દેખાઈ જાય તો પણ સર્વે જીવો કર્મને વશ છે. એમ સમજીને ઉપેક્ષા કરવી પણ દ્વેષ ન કરવો. આપણે આપણા જીવનને ધન્ય બનાવવું હોય તો ગુણી આત્માઓના ગુણ ઉપર પ્રેમ કરવો.
અઢાર પાપસ્થાનક
તથા જે જીવો નિર્ગુણી હોય છે. તેની નિર્ગુણતા વારંવાર જોઈને સામાન્ય માણસોને દ્વેષ થઈ જવાનો છે. જેમકે કોઈ માણસ જુદું જ બોલતો હોય, કોઈ ચોરી જ કરતો હોય, કોઈ બોંબ આદિ નાખીને હિંસા જ કરતો હોય તો તેવા માણસો ઉપર સામાન્ય લોકોને આવા વિચારો ઘણીવાર આવી જાય છે. અને મિત્રો સાથે આવી વાણી પણ ઘણીવાર બોલાઈ જાય છે કે “આવા માણસોને તો કારાવાસમાં જ પુરી દેવા જોઈએ, આવા દેશદ્રોહીઓને તો ફાંસીએ જ ચડાવી દેવા જોઈએ”. આમ લેવા-દેવા વિના, કોઈપણ જાતની સત્તા વિના, આ જીવો કેવળ દ્વેષપૂર્વક આવા પ્રકારના વિચારો અને વાણી ઉચ્ચારતા હોય છે. ત્યાં કંઈ પણ પાપ કર્યા વિના પણ “તંદુલીયા મત્સ્ય” ની જેમ તે જીવો કર્મ બાંધે છે. તેથી તે દ્વેષદશા ને રોકવા માટે આવા નિર્ગુણી જીવો ઉપર પણ ચિત્તને ઘણું જ સમભાવમાં જ રાખવું. આપણા જીવમાં આવો દ્વેષકષાય આવવા ન દેવો. આવા પ્રકારનો દ્વેષ કરવા માત્રથી તે તે પાપી જીવો પોતાની પાપકરણી તો કંઈ છોડે નહી અને આપણો જીવ નિરર્થક મન-વચન અને કાયા દ્વારા કરાયેલા દ્વેષ વડે કર્મો જ બાંધે. તેથી આ દ્વેષ સારો નથી. ગ્રંથકાર કહે છે કે “નિર્ગુણ ઉપરે સમચત્ત રહીએ”.
તથા તે તે નિર્ગુણી જીવો દ્વારા કરાતાં પાપો જોઈને આવતા આવા પ્રકારના દ્વેષયુક્ત વિચારોને રોકવા “ભથિતિ ચિંતન” કરવું. તે તે જીવોની ભસ્થિતિ હજુ પાકી નથી. સત્રે નીવા વમવસા નો વિચાર કરવો. મોક્ષે જવાનો કાળ પાક્યો નથી. તથા તેઓના ભવની પરિસ્થિતિ જ તેવી છે. આવો વિચાર કરવો. જેમકે “સર્પ જન્મે ત્યારથી જ બીજાને ડંખે છે. વાઘ, સિંહ, વરુ ઈત્યાદિ પ્રાણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org