________________
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજઝાય
તથા વળી બાંધેલા આ પાપથી નિર્ધનદશા અને દૌર્ભાગ્યદશા આ જીવ પામે છે. જ્યાં ત્યાં ભીખ માગવા છતાં પણ પેટ ન ભરાય એવી બુરી દશા પામે છે અને જ્યાં જાય ત્યાં તિરસ્કાર પામે છે. કોઈ પણ જીવો ચાહના ન કરે તેવી ભયંકર દુર્દશા આ જીવ પામે છે. વળી આવા પાપનાં કાર્યથી ભવાન્તરમાં પોતાને પત્ની પુત્રાદિક પોતાના વ્હાલા પરિવારની પણ અપ્રાપ્તિ થાય છે. કોઈ સાંસારિક વ્યવહાર કરે નહીં, છોકરા-છોકરી આપે કે નહીં. પરિવાર થાય નહીં. હિંસાજન્ય પાપ આ જીવને આવાં ઘણાં દુઃખો આપનાર બને છે. ૨ |
હોએ વિપાકે દશગણું રે, એકવાર કિયું કર્મ | શત સહસ્ત્ર કોડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે / ૩ /.
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત શબ્દાર્થ - હોએ - હોય, વિપાકે - ફળ આપવામાં, કિયું કર્મ - કરેલું કર્મ, શત - સો ગણું, સહસ્ત્ર - હજારગણું, કોડિ ગમે - ક્રોડગણું, તીવ્ર ભાવના - તીવ્રભાવે રાચી માચીને બાંધેલા પાપોના ભાવોનાં, મર્મ - રહસ્ય. | 3 |
ગાથા - એકવાર કરેલું પાપકર્મ ફળ આપવામાં દશગણું થાય છે અને તીવ્રભાવથી કરેલા કર્મનું રહસ્ય (ફળ) એવું છે કે જે સોગણું-હજારગણું અને ક્રોડગણું પણ ફળ આપનાર બને છે / ૩
વિવેચન - જેમ ખેતરોમાં વાવેલા ધાન્યમાં એક એક દાણા અનેકગણા દાણાને આપનારા બને છે. તેવી રીતે હિંસા આદિથી કરેલાં આ પાપો ભવાન્તરમાં દસ ગણા ફળને આપનારાં બને છે. અને તેમાં પણ જો તીવ્રભાવે, તીવ્રતરભાવે અને તીવ્રતમભાવે પાપકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org