________________
માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સઝાય
૯૩
પૈસાનો ત્યાગ કરે છે તેમ વસ્ત્ર-પાત્રનો પણ ત્યાગ કરીને નગ્રતા ધારણ કરે તેથી આહાર-પાણીનો ત્યાગ કરીને મહીના-મહીનાના ઉપવાસો કદાચ કરે તથા એક દાણા માત્રના ભોજન કરવા જેટલું ઉગ્ર તપ કરીને ધ્યાનાદિ દ્વારા શરીરને અતિશય દુબળુ પાતળું કરે અને પારણા આદિમાં નિરસ તથા (વધેલું ફેંકી દેવા જેવું) તુચ્છ અન્નનું ભોજન કરે, આટલો ઊંચો ત્યાગ જીવનમાં લાવે તો પણ જો મનની અંદર માયા-કપટ અને છેતરપીંડીના જ પરિણામો રમતા હોય તો આટલો બધો ત્યાગ તપ હોવા છતાં પણ તે જીવ સંસારચક્રમાં અનંતી ભવભ્રમણા પામે છે. એટલે કે અનંતીવાર (ગર્ભધારણ)જન્મમરણાદિ પ્રાપ્ત કરશે. માટે હે આત્મન્ ! આ માયા(કપટ) કોઈ પણ રીતે સારી નથી | ૨ | કેશ લોચ-મલધારણા, સુણો. ભૂમિશપ્યા વ્રતયાગ ગુણ. / સુકર સકલ છે સાધુને, સુણો. દુષ્કર માયા ત્યાગ. ગુણ. /
શબ્દાર્થ - કેશલોચ - કેશનો (વાળનો) લોચ કરવો, માલધારણા - મેલાં વસ્ત્રો રાખવાં અથવા શારીરિક મેલ ધારણ કરવો, ભૂમિશચ્યા - પૃથ્વી ઉપર શયન કરવું, વત - વ્રતપાલન, ચાગ - પૂજાવિધિ, સુકર - સહેલાં છે, દુષ્કર - દુખે થાય તેવું છે, માયા ત્યાગ - માયાનો ત્યાગ II 3 II
ગાથાર્થ - માથાના અને દાઢીમૂછના કેશનો લોચ કરવો, મેલાં વસ્ત્રો રાખવાં અને શારીરિક મેલ ધારણ કરવો. ભૂમિ ઉપર શયન કરવું. વ્રતપાલન કરવું અને દર્શન વંદનાદિ રૂપ ભાવ પૂજા કરવી. આ સઘળું સાધુને સુખે સુખે કરી શકાય તેમ છે પરંતુ માયા કપટનો ત્યાગ કરવો તે ઘણું દુષ્કર છે. I a
વિવેચન - દુષ્કર દેખાતાં એવાં પણ ધર્મ અનુષ્ઠાનો જેટલાં સહેલાઈથી થઈ શકે છે. તેટલો માયાનો ત્યાગ સહેલાઈથી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org