________________
કલહ નામના બારમા પાપસ્થાનકની સક્ઝાય
૧૪૯
છેવટે થાકે છે અને કલેશ વિરામ પામે છે. અવસર જોઈને આવા પ્રસંગે જે પુરુષો મૌન ધારણ કરનારા જ બને છે. તે અતુલ અને અનંત સુખ પામે છે. બોલવાથી જે ઝઘડો વધત, તે ન બોલવાથી ઝઘડો ન વધ્યો, બલ્ક કાળાન્તરે શાન્ત થઈ ગયો. એ જ મોટો લાભ સમજવો. જ્યારે કલેશ સર્વથા શાન્ત થાય છે ત્યારે શાન્તિના સુખનો જે અનુભવ થાય છે તે શબ્દોથી અવર્ણનીય હોય છે. તે કાળે સુખનો આનંદ અપરિમિત થાય છે. | ૪ || નિત્ય કલહણ-કોણસીલ, ભંડણસીલ વિવાદન સીલ,
સાજન સાંભળો. ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ,
સાજન સાંભળો. પ . શબ્દાર્થ - કલહણ - કજીયાખોર સ્વભાવ, કોહાસીલ - ક્રોધી સ્વભાવ, ભંડણસીલ - બીજાને ભાંડવાનો સ્વભાવ, વિવાદનસીલ - વિવાદ કરવાનો, આડા અવળા કુતર્કો અને વહેમ કરવાનો સ્વભાવ, ચિત્ત ઉતાપ ઘરે - મનમાં સંતાપ (આકુલવ્યાકુલતા) જે જીવો ધારણ કરે. I ૫ |
ગાથાર્થ - જે જીવો હંમેશાં જીયાખોર સ્વભાવવાળા હોય છે. ક્રોધી સ્વભાવવાળા હોય છે. બીજાને ભાંડવાના સ્વભાવવાળા હોય છે. કુતક અને વિવાદ કરવાના સ્વભાવવાળા હોય છે. તે જીવોનાં ચિત્ત સદાકાળ સંતાપ કરનારાં જ બને છે. આમ કલેશ સંતાપ-કડવાશ અને કષાયોની માત્રામાં જ વર્તવાથી તે જીવ પોતે પાળેલો સંયમ પણ નિરર્થક (નિષ્ફળ) કરે છે. [ પ I
વિવેચન - નાની નાની વાતમાં વારંવાર કજીયો કરવો તે કલહણશીલ અર્થાત્ કજીયાખોર, નાની નાની વાતમાં તપી જવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org