SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ અઢાર પાપસ્થાનક अद्दामलये पमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमिता, जंबूद्दीवे न मायंति ॥ ९४ ॥ પૃથ્વીકાયમાં જે જીવો છે તે જીવો જો કબૂતર પ્રમાણશરીરવાળા બને તો પ્રમાણાંગુલથી એકલાખ યોજનવાળા જંબૂદ્વીપમાં પણ ન સમાય તેટલા જીવો છે આ જ પ્રમાણે અપ્લાય તેઉકાય અને વાયુકાય માટે પણ ગાથા ૯૫-૯૬-૯૭માં કહ્યું છે છતાં મિથ્યાત્વના ઉદયથી તેમાં જીવ નથી નિર્જીવ જ છે તેવી બુદ્ધિ આ જીવને જે થાય તે આ મિથ્યાત્વ છે. (૮) અજીવમાં જીવબુદ્ધિ : પુગલસ્કંધોના બનેલા શરીરમાં “આ હું જ છું” એવી જીવપણાની બુદ્ધિ. શરીરને, વસ્ત્રાદિને, ધનને, ઘરને કંઈ પણ હાનિ થઈ હોય તો તે હાનિ મને થઈ છે એમ માનીને અજીવને જ જીવ માનવો તે મિથ્યાત્વ છે. દેહાધ્યાસ, જડ-ચેતનની અભેદબુદ્ધિ, પુગલના ભરોસે જ જીવન, પુગલ દ્રવ્યોની પરાધીનતામાં જ સુખબુદ્ધિ તે આ મિથ્યાત્વ છે. (૯) મૂર્તમાં અમૂર્તબુદ્ધિ : પુદગલ દ્રવ્ય વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું હોવાથી મૂર્તિ છે. એકેન્દ્રિય જીવોનાં શરીરો મૂર્તિ છે. છતાં ચક્ષુર્ગોચર ન હોવાથી તેને અમૂર્ત માનવું. પરમાણુણકાદિ સૂમસ્કંધો વર્ણાદિવાળાં છે માટે મૂર્ત છે છતાં ન દેખાતાં હોવાથી તેને અમૂર્ત માનવાં તથા મૂર્તિ એવાં પુદ્ગલદ્રવ્યમાં અમૂર્ત એવા આત્માના અમૂર્ત એવા સુખગુણની બુદ્ધિ કરવી તે સઘળું આ મિથ્યાત્વ છે. (૧૦) અમૂર્તમાં મૂર્તિબુદ્ધિ :આકાશદ્રવ્ય વર્ણાદિ રહિત હોવાથી અમૂર્તિ છે. છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy