________________
४८
અઢાર પાપસ્થાનક
કાયોત્સર્ગમાં રહેવાના છે. તેને ઉપાડી લાવવાની આ તક સારી છે. તમે કૌમુદી મહોત્સવ માણવા નગર બહાર જતાં નહીં. અભયા રાણીએ તેમ કર્યું. રાજા ભદ્રિકભાવવાળો હોવાથી તેણીને અંતઃપુરમાં જ રહેવાની છુટ આપી. પોતે કૌમુદી મહોત્સવ માણવા નગર બહાર ગયો.
આ બાજા પંડિતાએ પોતાની કામગીરી અજમાવી. ઘણી મૂર્તિઓ કપડાથી ઢાંકીને રાજમહેલમાં લાવવાની છે એમ કહીને મૂર્તિઓની સાથે સુદર્શન શેઠને પણ કપડાથી ઢાંકેલી હાલતમાં રાજસેવકો દ્વારા રાજમહેલમાં લાવ્યા. સુદર્શન શેઠ કાયોત્સર્ગમાં અને મૌનધારી હોવાથી રાજસેવકોને ખબર ન પડી કે આ જીવંત વ્યક્તિ છે કે કોઈ મૂર્તિ છે ? સુદર્શન શેઠને રાજમહેલમાં રાણીવાસમાં લાવ્યા પછી પંડિતા ખસી ગઈ. અભયાએ રૂમના દરવાજા અંદરથી બંધ કર્યા. પ્રથમ કામભોગ માટે સુદર્શન શેઠને વિનંતી કરી. પછી સમજાવવા પ્રયત્ન કર્યો. પછી અંગસ્પર્શ કર્યો. પછી કામોત્તેજક ચેષ્ટા કરી. પણ સુદર્શન શેઠના એકે રોમમાં કામવિકાર થયો નહીં. મેરૂની જેમ નિશ્ચલ અને નિર્વિકાર રહ્યા.
રાણી અભયાએ ઘણી કુટિલતા આદરવા માંડી. બિભત્સ અંગસ્પર્શ અને આલિંગન કર્યું પણ શેઠ સ્થિર અને નિર્વિકારી જ રહ્યા. શેઠે મનમાં પ્રતિજ્ઞા કરી કે “આ ઉપસર્ગ ટળે નહીં, ત્યાં સુધી કાયોત્સર્ગ જ હો અને કાયોત્સર્ગ ન પાળી શકાય તો અનશન હો.” રાણી અભયા આખી રાત કુચેષ્ટા કરવા દ્વારા ઉપસર્ગ કરતી રહી. છેવટે પ્રભાત થવા આવ્યું ત્યારે થાકી, ગભરાણી, અને શેઠ ઉપર કલંક મુકવાનો નિશ્ચય કરીને પોતાના જ હાથે પોતાના શરીરે નનક્ષત આદિ બળાત્કારની નિશાનીઓ કરી. બુમાબુમ કેરી. રડારડી કરી. સેવકો દોડી આવ્યા. રાજા પણ આવી પહોંચ્યો. રાણી અભયા રડતાં રડતાં ગુસ્સાપૂર્વક બોલવા લાગ્યા કે આ નરાધમે મારા રૂમમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org