________________
રતિ-અરતિ નામના પંદરમા પાપસ્થાનકની સઝાય
૧૮૧
આવી ગયાં, પછી તે જ માલ ઉપર તેવી પ્રીતિ રહેતી નથી, તે માલનું સામેનો ગ્રાહક શું કરે છે? તે વેપારી જોતો જ નથી. ક્ષણવાર પહેલાં તે માલને કોઈ હાથ લગાવે તો જે વેપારી બૂમાબૂમ કરતો હતો, તે જ વેપારી હવે ગ્રાહક તે માલને ભાંગે-ફોડે-તોડે કે ખાય તો પણ કંઈ બોલતો નથી. હવે આ પ્રીતિ જો તે પદાર્થજન્ય હોત તો તો વેચેલા પદાર્થને જોઈને પણ પ્રીતિ થવી જોઈએ. પણ થતી નથી. જે કંઈ પ્રીતિઅપ્રીતિ હતી. તે સઘળી મારાપણાના ભાવથી હતી મારાપણાનો જે પરિણામ હતો તે સઘળું વેચેલા માલ ઉપરથી મટી જાય છે. ચાલી જાય છે. કારણ કે તે વેપારીએ મનથી માન્યું છે કે આ માલ હવે મારો નથી. માટે આ રતિ-અરતિ એ મોહના ઉદયથી મારાપણાના પરિણામથી થાય છે. સામે રહેલી વસ્તુના ધર્મો નથી. સાચા પર્યાય નથી. તેથી તે જીવ ! તું પુલની રતિ-અરતિમાં ન અંજા. / ૬ / જેહ અરતિ-રતિ નવિ ગણેજી, સુખ દુઃખ હોય સમાન ! તે પામે જસ સંપદાજી, વાધે જગિ તસ વાન.
સુગુણનર. || ૭ |. શબ્દાર્થ - જસસંપદા - યશની સંપત્તિ, વાધે - વધે, જગિ - જગતમાં, તસવાન - તેનો મહિમા, પ્રભાવ. | ૭ |
ગાથાર્થ - જે મહાત્માઓ રતિ-અરતિને થવા દેતા નથી. તેઓને સુખ અને દુઃખ બન્ને સમાન હોય છે. તેઓની યશની સંપત્તિ વધે છે તથા ગતમાં તેઓનો મહિમા (પ્રભાવ) પણ વધે છે. આ ૭ /
વિવેચન - “રતિ અને અરતિ” એ સામે રહેલી વસ્તુના સહજ ધર્મો નથી. પરંતુ ભોગવનાર એવા ભોક્તાએ મોહથી કરેલા માનસિક વિકલ્પો માત્ર છે. કોઈ એક પુરુષ કોઈ એક સ્ત્રીને જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org