________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય
૧૩૧ રાગ ગુણસંબંધી હોવાથી આપણામાં વૈરાગ્ય આવતાં તુરત જ છુટી શકે છે. જેમ પગમાં લાગેલા કાંટાને કાઢવા માટે નાખેલી સોય, પગમાંથી કાંટો નીકળતાં તુરત નીકળી જ જાય છે. કારણ કે તેનો બીજો છેડો હાથમાં જ હોય છે. તેવી જ રીતે સાંસારિક ભાવોનો રાગ ઘટાડવા માટે મુનિવર પુરુષો ઉપર કરાયેલો ગુણપ્રાપ્તિ પુરતો રાગ પ્રારંભમાં ઉપકારી છે. પરંતુ સાંસારિક ભાવોનો રાગ જ્યારે દૂર થાય છે ત્યારે તુરત જ મુનિવર પુરુષો પ્રત્યેનો રાગ પણ જ્ઞાનદશા જાગૃત હોવાથી નીકળી જ જાય છે. તેને દૂર કરવા ઘણી મહેનત કરવી પડતી નથી.
કાંટો કાઢવા જેવી મહેનત કરવી પડે છે તેવી મહેનત સોય કાઢવા કરવી પડતી નથી. તેમ સાંસારિક ભાવોનો રાગ કાઢવા માટે આલંબન માત્ર રૂપે કરાતો મુનિવર પુરુષોનો રાગ તજવામાં ઘણી મહેનત કરવી પડતી નથી.
આ રીતે હે આત્મા ! “રાગદશા” ત્યજવા જેવી છે. અલ્પ માત્રાએ પણ રાખવા જેવી નથી. મુનિવર પુરુષોનો રાગ પણ ગુણપ્રાપ્તિ પુરતો જ આલંબન રૂપે કરવા જેવો છે. તત્ત્વરૂપે તો તે પણ હેય જ છે. તેથી તારો આત્મા નેહરાગાદિ ભાવે પરિણામ ન પામે તે માટે હે આત્મન્ ! અત્યંત જાગૃત રહેવું અને વિવેકી બનવું જરૂરી છે.
આ ગાથાના “સુજસ સસનેહો રે” આ પદમાં “સુજસ” શબ્દ લખીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ “શ્રી યશોવિજયજી” એવું ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે. તે ૯ આ પ્રમાણે “રાગ” નામના દસમા પાપસ્થાનકના વર્ણનવાળી
આ દસમી ઢાળ પણ સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org