________________
લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય
૧૦૧
“લોભ” નામના નવમા પાપસ્થાનકની સક્ઝાયજીરે મારે, લોભ તે દોષ અથોભ, પાપસ્થાનક નવમું કહ્યું
જીરે મારે, સર્વ વિનાશનું મૂલ, એહથી કૂખે ન સુખ લહ્યું,
જીરે જી,૧ શબ્દાર્થ અથોભ- અટકે નહીં તેવો, એહથી-આ લોભથી. IIના
ગાથાર્થ - કદાપિ અટકે નહીં એવો આ લોભદોષ છે અને તે નવમું પાપાનક કહ્યું છે. આ લોભ સર્વ વિનાશનું મૂલ છે તેનાથી કોઈએ સુખ મેળવ્યું નથી / ૧ /
વિવેચન - હવે લોભ નામના નવમા પાપસ્થાનકને સમજાવે છે. લોભ વણથંભ્યો કહેવાય છે. એટલે કે ક્યારેય પણ અટકતો નથી. ગમે તેટલી ધનસંપત્તિ આવે તો પણ તેને વધારવાની જ મનોવૃત્તિ દરેક જીવોની રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નાદે નોરો વઢ-જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જ રહે છે તેથી તે લોભ “અથોભ” થોભે નહી તેવો કહેવાય છે.
આ લોભ જ જીવને ઘણા પાપમાં, ઘણા દુસ્સહ કાર્યો કરવામાં, અને ઘણાં કર્મલેશો કરવામાં લઈ જાય છે. તેથી પાપ વધતાં મૂલથી જ સર્વ ધનાદિનો નાશ થાય છે એટલે આ લોભ એ જ સર્વનાશનું મૂલ છે. આ લોભથી આખી જિંદગી પૈસા કમાવા માટે જીવ બહારને બહાર ભટકે છે. દરિયા પાર કરે છે. અરણ્યવાસ સ્વીકારે છે. ભૂખતરસ સહન કરે છે. કુટુંબીઓના વિયોગને પણ સહન કરે છે. આમ આ લોભથી જીવ દુઃખી દુઃખી થાય છે. કોઈએ પણ આ લોભથી સુખ મેળવ્યું નથી. સુખ મેળવતા પણ નથી અને મેળવશે પણ નહીં. માટે હે જીવ ! આ લોભ ત્યજવા જેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org