________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય
પ૯
જ માગતા રહે છે. આવેલા ધન ઉપર પોતાનો સંપૂર્ણ કાબુ રાખે છે. અને નિરંતર તેનું જ ધ્યાન રહે છે અને રાખે છે.
શાસ્ત્રોમાં જેઓનું જીવન જ્ઞાનગુણમાં, વાચના લેવામાં અને વાચના આપવામાં જ લયલીન રહેવાનું કહ્યું છે તેઓ જ્યારે બાહ્યભાવમાં જોડાય છે ત્યારે અર્થપ્રધાન દૃષ્ટિવાળા બન્યા છતા અર્થવાન જીવોની આસપાસ જ ફરનારા બને છે. અર્થવાળાને જ વધુ માન આપનારા બને છે. અર્થવાળાની ઘણી અપેક્ષાવાળા બની જાય છે.
સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ જ કહ્યું છે કે
“પરિગ્રહ વશ લિંગિયા લેઈ કુમતિ રજ માથે રે ! નિજગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ ન નાથે રે”
ઢાળ છઠ્ઠી ગાથા આઠમી. I ૫ તૃપતો ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ, સલૂણે ! તૃષ્ણા-દાહ તે ઉપસમે, જલ સમ જ્ઞાન વૈરાગ, સલૂણે !
પરિગ્રહ મમતા પરિહરો | ૬ | શબ્દાર્થ - તૃપતો ન - તૃપ્ત થતો નથી, ઇંધણથી - બળતણથી, તૃષ્ણાદાહ - તૃષ્ણાની આગ, જલસમ - પાણીની સમાન, જ્ઞાનવૈરાગ - જ્ઞાન અને વૈરાગ્યથી II ક |
ગાથાર્થ - જેમ ઇંધણથી આગ કદાપિ શાંત થતી નથી, તેમ આ જીવ પરિગ્રહથી કદાપિ તૃપ્ત થતો નથી, તે માટે પાણીની સમાન એવા જ્ઞાન અને વૈરાગ્ય ગુણ વડે તૃષ્ણારૂપી દાહને (આગને) ઉપશમાવવી જોઈએ 1 ક I
વિવેચન - કોઈ પણ આગમાં ગમે તેટલાં બળતણ નાંખો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org