SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય ૧૫૫ “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુરંતો જી. અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી. ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૧ || શબ્દાર્થ - છાંડીયે - ત્યજીએ, અભ્યાખ્યાન - બીજા ઉપર ખોટો આક્ષેપ કરવો તે, દુરંત - દુખે દૂર કરાય તેવો, અછતાં - અવિધમાન, આલ - ખોટાં કલંક, ખોટું દોષારોપણ, પરનાં - બીજાનાં. [ ૧ II ગાથાર્થ - દુઃખે દૂર કરાય તેવું “અભ્યાખ્યાન” નામનું તેરમું પાપસ્થાનક હે જીવ! છોડીએ. કોઈપણ પારકી વ્યક્તિ ઉપર ખોટાં (અવિધમાન) આળ ન બોલીએ, તેમ કરવાથી આપણો આ જીવ અનંત દુખોને પામે છે. તે આત્માઓને ધન્ય છે કે જેઓ જિનેશ્વરના મતને ધારણ કરે છે. / ૧ / વિવેચન - હવે “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકની વાત સમજાવે છે. જે વ્યક્તિમાં જે દોષ નથી, છતાં તે વ્યક્તિ ઉપર તે દોષનું ખોટું જે આરોપણ કરવું. તેને “અભ્યાખ્યાન” કહેવાય છે. અછતાં કલંક આપવાં, ન હોય તેવા દોષો તે તે વ્યક્તિમાં પ્રસિદ્ધ કરવા. નાનો દોષ હોય તેને મોટો કરીને પ્રકાશિત કરવો, આ બધું અભ્યાખ્યાન” કહેવાય છે. અન્ય કોઈપણ વ્યક્તિમાં છતા દોષો જોવામાં અને પ્રકાશિત કરવામાં પણ પાપ છે. એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તો પછી અછતા દોષો તો જોવાય જ કેમ ? અને કહેવાય જ કેમ? માટે આ તેરમું પાપસ્થાનક જીવનમાંથી ત્યજી દેવા જેવું છે. આ પાપસ્થાનક પણ દુરંત છે. જીવનમાંથી કાઢવું અતિશય દુષ્કર છે. કારણ કે અનાદિકાળના મોહના સંસ્કારો છે. તેથી જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy