________________
દેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય
૧૩૫
રાખીને શુદ્ધ આહારગવેષણા કરી ઉત્તમોત્તમ ચારિત્ર પાળ્યું હોય, પરંતુ કોઈ કોઈ ભાવો પ્રત્યે હૈયામાં જ્યારે દ્વેષ (અભાવ-અણગમો-તિરસ્કાર) પેદા થાય છે. ત્યારે તે દ્વેષાત્મક ધૂમ દ્વારા આ જીવને અનેક પ્રકારના કષાયો થવા રૂપે પ્રબળ વિકારો પેદા થાય છે. આરોહણમાંથી અવરોહણ થઈ જાય છે. ચડતીમાંથી પડતી શરૂ થાય છે. પ્રાપ્ત કરેલું ચારિત્રધન હારી જવાય છે. તેથી હે જીવઆવું ઉત્તમોત્તમ ગુણમય જીવન પ્રાપ્ત કરીને અત્યન્ત દુઃખદાયી એવા વેષરૂપી ધૂમને જરા પણ પ્રવેશ ન આપ ! ફરી ફરી આવી ઊંચી પરિસ્થિતિ પ્રાપ્ત થવી ઘણી જ મુશ્કેલ છે. તેથી હે જીવ ! વધારેને વધારે જાગૃત થા. આ દૈષ પારકાની પડતીના જ વિચારો વધારે લાવે છે. થતું નથી કંઈ, અને ફક્ત દુષ્ટ વિચારો દ્વારા આ જીવ નિરર્થક કર્મ બાંધે છે. તે ૨-૩ / ઉગ્ર વિહાર ને તપ જપ-કિરિયા, કરતાં કૅર્ષે તે ભવમાં હેફિરિયા, લાલન, ભવમાંહે ફિરિયા. રાજા યોગનું અંગ અષ છે પહિલું, સાધન સવિ લહે, તેહથી વહેલું, લાલન, તેહથી વહેલું. પા.
શબ્દાર્થ - ઉગ્ર વિહાર - લાંબા લાંબા વિહાર, ભવમાંહે ફિરિયા - સંસારમાં રખડ્યા, સાધન સવિ - મુક્તિનાં સર્વે કારણો.
II
૪-૫
II
ગાથાર્થ- સાધુપણું લઈને લાંબા લાંબા વિહારો કરે તપશ્ચર્યા મંત્ર-જાપ અને ધર્માનુષ્ઠાનો ઘણાં કરે પણ જો હૃદયમાં દ્વેષ રાખે તો જીવો આ સંસારમાં રખડનારા બને, “અદ્વેષ” એ યોગદશાનું પહેલું અંગ છે. અદ્વેષ ગુણ આવવાથી મુક્તિની સર્વ સાધનસામગ્રી આ જીવ વહેલી વહેલી પ્રાપ્ત કરી શકે છે. I ૪-૫ n
વિવેચન - આ જીવ સાધુપણું પ્રાપ્ત કરે, લાંબા લાંબા વિહારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org