________________
૭૪
અઢાર પાપસ્થાનક
બાળે, કૃશાનુ - અશિ, ટાલ - દૂર કરે, પ્રશમપ્રવાહે - ઉપશમ રસના પ્રવાહથી. || ૪ ||
ગાથાર્થ - તે ક્રોધકષાય આપણો આશ્રમ (પોતાના આત્માને) અવશ્ય બાળે છે. અન્યનું ઘર બાળવામાં ભજના જાણવી. તેથી ક્રોધ એ અગ્રિ સમાન છે. ઉપશમ રસના પ્રવાહથી તે ક્રોધને મહાત્મા પુરુષો ટાળે છે. આ ૪ I
વિવેચન - જે જે આત્માઓને ક્રોધ થાય છે તે તે આત્માઓના પોતાના આશ્રમને પોતાના આત્મતત્ત્વની સાધનાને) આ ક્રોધ અવશ્ય બાળે છે. એટલું જ નહીં, પરંતુ આજુ-બાજુના અન્ય આત્માઓની સાધનાને પણ બાળવાની સંભાવના છે. કારણ કે આ કષાય અગ્નિ સમાન છે. જેમ અગ્નિ જે ઘરમાં લાગ્યો હોય તે ઘરને તો ચોક્કસ બાળે જ છે પણ પાણીનો જોગ જો ન મળે તો પાસેના બીજા ઘરોને પણ બાળે એવી સંભાવના છે તેમ અહીં જાણવું આ વિષયમાં પૂજ્ય ઉદયરત્નજી કૃત ક્રોધની સક્ઝાયમાં પણ કહ્યું છે કે
“આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે,
જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે.”
તે માટે અગ્નિને જો ઠારવો હોય તો પાણી જોઈએ, તેમ આ ક્રોધરૂપી અગ્નિને ઠારવો હોય તો ઉપશમભાવરૂપ પાણી જોઈએ તે માટે ઉપશમભાવરૂપ પાણી દ્વારા ક્રોધરૂપી અગ્નિને ટાળો એમ જ્ઞાનીનો ઉપદેશ છે તેથી આત્માને ઉપશમભાવથી જ વધારેમાં વધારે ભાવિત કરવો જોઈએ. પ્રશમભાવ એ જ સાચો તારકમાર્ગ છે || ૪ || આક્રોશ-તર્જના-ઘાતના, ધર્મબંશને ભાવે રે ! અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે પી
શબ્દાર્થ - આક્રોશ-ગુસ્સો કરવો, તર્જના-માર મારવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org