Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 235
________________ ૨૨૬ શ્રુતજ્ઞાનનો સુંદર અભ્યાસ કરી શાસ્ત્રાનુસારી ઉત્તમ આચારવાળા જેઓ છે. તેઓની જ આ જગતમાં બલિહારી છે. તેઓ જ આ જગતમાં સારા યશના પાત્ર છે. અઢાર પાપસ્થાનક આવા પ્રકારના સમ્યગ્દષ્ટિ જીવોના આધારે જ શાસન ચાલે છે તેઓ પૂજ્ય છે. આદરણીય છે માટે તેઓની સેવા કરો. આ ૨૧ મિથ્યાત્વની સાથે બીજાં પણ ચાર પ્રકારનાં મિથ્યાત્વ ત્યજવા જેવાં છે. (૧) પ્રરૂપણા મિથ્યાત્વ, (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ, (૪) પ્રદેશ મિથ્યાત્વ. તે ચારના અર્થ આ પ્રમાણે છે. (૧) પ્રરૂપણા મિથ્યાત્વ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારના પુરુષાર્થનું જે રીતનું સ્વરૂપ છે. જે રીતે તેની અંદર સાધ્ય-સાધન દાવ છે. તેની શાસ્ત્રાનુસારી પ્રરૂપણા ન કરતાં તેનાથી વિપરીત પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય છે. (૨) પ્રવર્તન મિથ્યાત્વ - લૌકિક અને લોકોત્તર એવા ૬ પ્રકારના મિથ્યાત્વમાંથી કોઈ પણ પ્રકારના મિથ્યાત્વનું સેવન કરવું અને અન્ય લોકો પાસે કરાવવું તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. (૩) પરિણામ મિથ્યાત્વ - વિચારધારામાં એકાન્તવાદ હોય, તથા એકાંતે સંસારસુખનો જ ઘણો રાગ હોય તે સઘળું ય પરિણામમિથ્યાત્વ જાણવું. (૪) પ્રદેશ મિથ્યાત્વ - જ્યાં સુધી ક્ષાયિક સમ્યક્ત્વ ન આવે ત્યાં સુધી આત્મપ્રદેશોમાં મિથ્યાત્વમોહના પ્રદેશોનો ઉદય તથા સત્તા ચાલુ જ હોય છે તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. આ ચાર પ્રકારનાં મિથ્યાત્વ પણ ત્યજવા જેવાં જ છે ||૧૧-૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242