Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્જાય
૨૩૧
ગરમાગરમ આંખે જુએ છે. જે જોઈને પાપો જ ભાગી જાય છે. તથા પાપો સેવતા નથી. દિન-પ્રતિદિન ગુણો મેળવતા જ જાય છે. ગુણોમાં વિકાસ સાધે છે. જેમ જેમ ગુણો વધે છે તેમ તેમ મોટાઈ કરવાને બદલે ઠરેલ, શાન્ત અને ગંભીર બને છે તે સમજે છે કે ગુણોની બાબતમાં મોટાઈ શું કરવી ? તે તો આપણા આત્માનું પોતાનું સ્વરૂપ જ છે તેથી સૌથી પ્રથમ મિથ્યાત્વને વમીને “સમ્યત્વગુણ” પ્રાપ્ત કરવો એ જ સાચું છે એમ જિનેશ્વર ભગવંતોએ કહેલ છે. આવું તે સમજે છે.
સમ્યકત્વ ગુણ આવવાથી દૃષ્ટિ અનેકાન્તમય બને છે. હેયશેય અને ઉપાદેયનું યથાર્થ ભાન થાય છે. સાચો વિવેક ખીલે છે. જીવ પોતે પોતાની આત્મસાધના તરફ આગળ વધે છે. કદાચ કર્મવશાત્ મિથ્યાત્વે જાય, તો પણ અધપુદ્ગલ પરાવર્તે તો તેનો અવશ્ય વિસ્તાર થાય જ છે.
ધર્મ કરવાનાં બાહ્ય ચાર પરિબળો છે. ભય-લાલચ-ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા, આ ચારે પરિબળો નબળાં છે. કારણ કે ભય અને લાલચથી કરાવાતો ધર્મ, ભય અને લાલચ નીકળી જતાં આ જીવ ધર્મને છોડી દે છે તથા ઓઘસંજ્ઞાઓ અને લોકસંજ્ઞાએ કરાતા ધર્મમાં મોહની અને વિષયવિકારોની પુષ્ટિ હોય છે તેથી પરંપરાએ તે પણ ભવ વધારનાર જ બને છે. આ ચારે પરિબળોથી પ્રાયઃ મિથ્યાદ્રષ્ટિ જીવ ધર્મ કરે છે પરંતુ સમ્યજ્ઞાન અને સભ્યશ્રદ્ધા પૂર્વક ધર્મ આરાધના સભ્યદ્રષ્ટિ જીવ જ કરે છે. સમ્યકત્વકાલે જ સાચો ઉઘાડ થાય છે. મિથ્યાત્વ દશામાં વર્તતા જીવનું મન વધારેમાં વધારે મોહઘેલું હોય છે તેનું વર્ણન કરતાં ઉપાધ્યાયજી મ.સા. શ્રી કહે છે કે
આપ પ્રશંસે રે પરગુણ ઓળખે, ન ધરે ગુણનો રે લેશ, તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દીએ મિથ્થા ઉપદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org