Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 239
________________ ૨૩૦ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - લવલેશ - અંશમાત્ર પણ, સુધોમારગ - શુદ્ધ માર્ગ સુરતરૂફલ - કલ્પવૃક્ષનાં ફળો, અણીય આંખે - અણીદાર આંખવાળો થઈને, ગુણપાણે - ગુણોની બાબતમાં, વિબુધ - પંડિત, પરસેવક - ચરણકમલના સેવક II ૧૫-૧૬ || ગાથાર્થ - જે જે આત્માઓ મિથ્યાત્વનો એક અંશમાત્ર પણ રાખતા નથી. શુદ્ધ માર્ગ જણાવે છે તે મહાત્માઓ જ સમ્યક્ત્વરૂપી કલ્પવૃક્ષનાં ફળો ચાખે છે. પાપો પ્રત્યે અણીયાળી આંખે વર્તે છે. ગુણોને મેળવવાની બાબતમાં મોટાઈ શું હોઈ શકે? સાત્વ એ જ સૌથી પ્રથમ ગુણ છે અને મોટો છે એમ પરમાત્મા કહે છે. શ્રી નવિજયજી પંડિતજીના ચરણોના સેવક એવા પૂ.યશોવિજયજી મહારાજશ્રી આમ કહે છે I ૧૫-૧૬ I વિવેચન - આ અઢાર પાપસ્થાનકોનું સ્વરૂપ જાણીને, તેમાં પણ મિથ્યાત્વનું સ્વરૂપ સવિશેષે જાણીને જે મહાત્મા પુરુષો પોતાના જીવનમાં લવલેશ (અંશમાત્ર) પણ આવા મિથ્યાત્વને રાખતા નથી, આવવા દેતા નથી ઉત્તમ સગુરુના યોગે ઉત્તમશાસ્ત્રાભ્યાસ કરીને જગતના જીવોને સાચો માર્ગ સમજાવે છે. શુદ્ધ ધર્મની દેશના આપે છે. પોતે સ્વયં સાચું તત્ત્વ સમજે છે. શ્રદ્ધા કરે છે અને તેવું જ તત્ત્વ તેઓ બીજાને સમજાવે છે. આ રીતે મિથ્યાત્વને વમીને સાચું સુંદર સમ્યકત્વ તે પામે છે. સમ્યકત્વ પામ્યા પછી, કલ્પવૃક્ષ સમાન તે સમ્યકત્વના ફળસ્વરૂપ દેશવિરતિ-સર્વવિરતિ-ક્ષપકશ્રેણી-કેવલજ્ઞાન અને મુક્તિસુખ રૂ૫ ફળોને તે ચાખે છે. તે ગુણોનો આનંદ માણે છે, કોઈપણ જાતનાં પાપો આ જીવો કરતા જ નથી. પાપો તેઓને વળગવા આવે તો પણ અણીયાળી (ધારદાર) આંખોવાળા થઈને પાપોને ભગાડી મૂકે છે. અર્થાત્ પાપો તરફ અણીદાર આંખ કાઢીને લાલચોળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242