Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૮
વસ્તુઓ દેખાતી નથી તેથી હેય-ઉપાદેયનો વિવેક થતો નથી તેવી જ રીતે મિથ્યાત્વ એ ગાઢ અંધકાર છે તેનાથી સારાસારનો આત્મકલ્યાણના બાધક-સાધકનો, હેય-ઉપાદયનો, સત્યાસત્યનો આ જીવને વિવેક રહેતો નથી તે માટે ગાઢ અંધકારતુલ્ય છે.
છે
(૩) પરમ શત્રુ છે - શત્રુ દ્રવ્યપ્રાણોનો જ નાશ કરે છે અને તે પણ એક જ વાર નાશ કરે છે જ્યારે મિથ્યાત્વ એ ભાવપ્રાણોનો નાશ કરે છે અને ભવોભવમાં નાશ કરે છે. જીવનો અનંત સંસાર (ભવભ્રમણ વધારે છે તે માટે પરમ શત્રુ છે.
અઢાર પાપસ્થાનક
(૪) પરમ શસ્ત્ર છે - શસ્ત્રથી જેમ દેહના પ્રાણોનો નાશ થાય છે તેમ આત્માના ભાવપ્રાણોનો નાશ આ મિથ્યાત્વથી થાય છે તેથી તે મહાશસ્ત્ર છે. વિપરીત બોધથી પ્રેરાયેલો જીવ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. ઘણા ભવ સુધી સત્બુદ્ધિ અને સદ્ગુરુનો યોગ ન થાય તેવું આત્મકલ્યાણને કાપવાનું કામ આ કરે છે તેથી મહાશસ્ત્ર છે.
(૫) પરમ નરકાર નરકમાં જવા માટેનો હાઈવે રસ્તો છે. સિમેન્ટની બાંધેલી પાકી સડક જેવો ધોરી રસ્તો છે. આ મિથ્યાત્વ જીવને અવશ્ય નરકમાં લઈ જાય છે જ.
-
(૬) પરમ દૌર્ભાગ્ય છે - જેમ કોઈ માણસ ઘણું કામકાજ કરે પરંતુ તે કોઈને પણ વહાલો ન લાગે. અળખામણો જ લાગે. દરેક લોકો તેના ઉપર અપ્રીતિ-તિરસ્કાર જ વર્તાવે. તે રીતે મિથ્યાત્વના ઉદયથી જીવ આત્માર્થી જીવોને અપ્રિય લાગે છે. ક્યાંય માન પાન પ્રતિષ્ઠા વધતી નથી. આત્મકલ્યાણ કરવા તરફ આદરભાવ પામતો નથી.
Jain Education International
(૭) પરમદરિદ્ર છે - સંસારમાં જેમ ધન વિનાનો માણસ દરિદ્ર કહેવાય છે. તેમ આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળો જીવ આત્માના એક પણ સાચા ગુણને પામતો નથી તેથી જ ગુણસ્થાનકમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org