Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 242
________________ સંસારવર્તી સર્વે જીવો અનાદિકાળથી મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ દુષિત ભાવોથી નિરંતર કર્મ બાંધે છે. તેના કારણે ભવોભવમાં જન્મ-મરણની પરંપરામાં રખડે છે, અને અનંત દુ:ખો પામે છે. પાપકાર્ય આચરવાં તે પાપબંધનું કારણ છે. અને દુઃખોની પ્રાપ્તિ એ પાપોનું ફળ છે. આ વાત સમજીને જીવનમાં દુ:ખો પામ્યા. તે વાત સમજાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ 18 પાપસ્થાનકોના વર્ણનને સમજાવતી સુંદર સક્ઝાય બનાવી છે. - આ સક્ઝાય સવાર-સાંજ પ્રતિક્રમણમાં દરરોજ બોલાય છે. આ અઢારે પાપસ્થાનકો ત્યજ્વા જેવાં છે. તેથી તેને બરાબર ઓળખવાં જોઈએ. જો ઓળખીએ, જાણીએ તો જ છોડી શકાય. તેના વિશેષ અર્થો આપણને બરાબર સમજાય તે માટે જ વિવેચન સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ છે. આ વિવેચન ચિંતન-મનન કરવા જેવું છે, વારંવાર અભ્યાસથી આ પાપસ્થાનકો દૂર કરી શકાય છે. Flain Edભ૪. અશ્કેિ! અમદાવાદ. ફોન : (04:) 22164273, 124723, મો.૯૯૨૫૦૨૦૧૩rary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242