Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૨
અઢાર પાપસ્થાનક
આ પ્રમાણે મિથ્યાત્વ ત્યજીને સમ્યકત્વ પામીને જિનેશ્વરની વાણી બરાબર સાંભળવી. પોતાની પ્રશંસા અને પરગુણને નિંદવાનું કામ કદાપિ કરવું નહિ. જિનવાણી સાંભળવા માટે સદા સદ્દગુરુનો યોગ મેળવવો. કદાપિ કુગુરુનો યોગ ન થઈ જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું. ઉપાધ્યાયજી. માશ્રીએ જ કહ્યું છે કે
કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે | આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે
આ માનવ જીવન ફરી ફરી ઘણું જ દુર્લભ છે. મનુષ્યભવ, પવિત્રશ્રદ્ધા, જિનવાણીનું શ્રવણ અને સદ્ગુરુનો યોગ આ ઉત્તમચીજો ફરી ફરી મળવી ઘણી જ દુષ્કર છે. આપણને બધાને આ વસ્તુઓ મળી છે તો અઢાર પાપસ્થાનકોનો હેયભાવે અભ્યાસ કરી, જીવનમાંથી તેને દૂર કરી, મિથ્યાત્વદોષ ટાળી, સમ્યકત્વગુણ પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવીએ.
આ પ્રમાણે આ સક્ઝાય પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બનાવી છે. તેઓ પૂજ્યશ્રી નયવિજયજી નામના પંડિત મહારાજશ્રીના ચરણસેવક (શિષ્યો હતા. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ગુજરાતી ભાષામાં આવા પ્રકારનાં ઘણાં સ્તવનો અને સક્ઝાયો બનાવ્યાં છે. એક એક સ્તવન અને સજઝાય અધ્યાત્મરસથી ભરેલાં છે. વારંવાર ભણવા-સાંભળવા અને ગાવા જેવાં છે.
આ ગાથાના છેલ્લા પદમાં “વાચક જશ ઈમ ભાખંજી” આ પદમાં “જશ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું યશોવિજયજી એવું નામ સૂચવ્યું છે. તે ૧૫-૧૬ ||
આ પ્રમાણે મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય અહીં સમાપ્ત થાય છે. તે સમાપ્ત થતાં અઢાર પાપસ્થાનકની અઢારે સક્ઝાય તથા તેના અર્થોનું વિવેચન પણ અહીં સમાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org