Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય
૨૨૯
ઉપર આવતો નથી તેથી સદાને માટે તે ગુણધનને આશ્રયી અતિશય દરિદ્રી જ રહે છે.
(૮) પરમ સંકટ છે – જેમ સંસારી જીવન જીવવામાં અનેક મુશ્કેલીઓ (સંકટો) આવે છે. જીવન દુઃખમય બની જાય છે. તેવી જ રીતે આ મિથ્યાત્વ એ મહાભયંકર સંકટ (મુશ્કેલી) રૂપ છે કે જે પાર પામવામાં ઘણું જ દુષ્કર છે.
(૯) પરમ કંતાર છે - મિથ્યાત્વ એ ગાઢ ભયંકર જંગલ છે જેમ જંગલમાં ભૂલો પડેલો માણસ ગોથાં જ ખાય છે. રસ્તે ચડી શકતો નથી. તેમ મિથ્યાત્વના ઉદયવાળો જીવ આ સંસારમાં ગોથાં જ ખાય છે. અહીંથી તહીં ભટકે જ છે. તેને આત્મકલ્યાણ સાધવાનો માર્ગ મળતો જ નથી.
(૧૦) પરમ દુર્ભિક્ષ છે - મહા ભયંકર દુકાળ છે. જેમ દુકાળમાં માનવીનું જીવન દુઃખમય જ હોય છે. તેમ મિથ્યાત્વ અનંતભવભ્રમણામાં રખડાવવા રૂપ મહાભયંકર દુઃખ જ આપનાર છે તેથી દુકાળસમાન છે. ત્યાં સુખનો સાચો રસ્તો જડતો નથી.
* આ રીતે ૧૦ ઉપમાઓથી મિથ્યાત્વની ભયંકરતા પૂ.ઉપાધ્યાયજી મહારાજશ્રીએ સમજાવી છે. તેથી તે છોડવા લાયક જ છે. માટે જે તેનો ત્યાગ કરશે તે જ સાચા સુખી થશે. અનંત સુખના સ્વામી થશે ૧૩-૧૪ / જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, સુધો મારગ ભાણેજી, તે સમક્તિ સુરતરૂ ફલ ચાખે, રહે વલી અણીયે આંખેજી, મોટાઈ શી હોય ગુણ પાખે? ગુણ પ્રભુ સમક્તિ દાખજી, શ્રીનયવિજય વિબુધ પયસેવક વાચકજશ ઈમ ભાખજી ૧૫-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org