Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 236
________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમાં પાપસ્થાનકની સઝાય ૨૨૭ મિથ્યાત્વ તે જગ પરમ રોગ છે, વલીય મહા અંધકારોજી, પરમશત્રુ ને પરમશસ્ત્ર તે, પરમ નરકસંચારોજી, પરમ દોહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયેજી, પરમ કંતાર પરમ દુર્મિક્ષ તે, તે છાંડે સુખ લહીયેજી ll૧૩-૧૪ શબ્દાર્થ - જગ - જગતમાં, પરમરોગ - મોટો રોગ છે, પરમનરક સંચારો - નરકમાં જવાનો સીમેન્ટની સડક જેવા ધોરી રસ્તો છે, પરમદોહગ - ભારે દૌભગ્ય છે, પરમકતાર - ગાઢ જંગલ, પરમ દુર્મિક્ષ - ભયંકર દુકાલ II ૧૩-૧૪ || ગાથાર્થ - મિથ્યાત્વ એ આ જગતમાં મહાભયંકર રોગ છે. મહા ભયંકર અંધકાર છે. મહાશત્રુ છે. તીર્ણ શસ્ત્ર છે. નરકમાં જવાનો રોડ રસ્તો છે. મહાન દૌભગ્ય છે. ઘણી જ દરિદ્રતા છે. મહાન સંકટ છે. મહાન જંગલ છે. ભયંકર દુકાલ છે. તે મિથ્યાત્વને છોડો તો જ સાચું સુખ આ જીવ પ્રાપ્ત કરે છે [ ૧૩-૧૪ / વિવેચન - મિથ્યાત્વદશા જીવને કેટલી નુકસાનકારક છે ? તે અનેક ઉપમાઓથી આ ગાળામાં સમજાવે છે (૧) પરમ રોગ છે - ડાયબીટિશ, ટીબી, કેન્સર, બ્લડ પ્રેશર વિગેરે શરીરના રોગો છે. આ રોગોથી શરીરની પુષ્ટિ ન થાય, લોહી ન વધે, અનેક જાતની પીડાઓ થાય, અને મૃત્યુ પણ થાય તેવી જ રીતે મિથ્યાત્વ એ મહાભયંકર રોગ છે તેનાથી આત્માનું કલ્યાણ ન થાય, આત્માનું હિત ન સધાય પણ અધોગતિ જ થાય. સંસારનું પરિભ્રમણ જ વધે. શારીરિક રોગો એકભવમાં એકવાર મૃત્યુ આપે, જ્યારે મિથ્યાત્વ તે ભવોભવમાં વારંવાર મૃત્યુ આપે છે તેથી ભયંકર રોગ છે. (૨) મિથ્યાત્વ એ મહા અંધકાર છે - જેમ અંધકારથી કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242