Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય
૨૧૯
આસમાની આકાશ, બ્લ આકાશ, વાદળી આકાશ, નીલગગન વિગેરે જાણવું માનવું. આ ઔપચારિક વાક્યોને તાત્વિક વાકયો માની લેવાં. તે આ મિથ્યાત્વ જાણવું.
આ પ્રમાણે ૧૦ પ્રકારનાં મિથ્યાત્વ સમજીને તેનાથી દૂર રહેવું. આ બધી સંજ્ઞાઓ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ છે પરંતુ તે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જ્યારે ઘેરાયેલી થાય છે ત્યારે તેને મિથ્યાત્વ કહેવાય છે. આ ૧૦ ભેદો વિના બીજા પણ મિથ્યાત્વના પાંચ ભેદો શાસ્ત્રમાં કહ્યા છે તે આગલી ગાથામાં સમજાવે છે. પ-છે. અભિગ્રહિક નિજ નિજ મતે અભિગ્રહ,
અનભિગ્રહિક સહુ સરિખાજી | અભિનિવેશી જાણતો કહે જાડું, કરે ન તત્ત્વ પરિખ્ખાજી સંશય તે જિનવચનની શંકા, અવ્યક્ત અનાભોગાજી | એ પણ પાંચ ભેદ છે વિશ્રુત, જાણે સમજુ લોગાજી ll
શબ્દાર્થ - નિજ નિજ મતે - પોત પોતાના પક્ષમાં, અભિગ્રહ - આગ્રહ, સહુ સરિખાજી - બધા જ ધર્મો સરખા છે એમ માનવું જાણતો કહે જૂઠું - પોતે જાણતો હોય છતાં જૂઠું જે કહે તે, તત્વપરિખા - તત્ત્વની પરીક્ષા, અવ્યક્ત - વાસ્તવિક તત્વને ન જાણવાં વિદ્યુત - જૈન શાસનમાં પ્રસિદ્ધ II ૭-૮ |
ગાથાર્થ - પોત પોતાના પક્ષનો જે આગ્રહ તે અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. સર્વધર્મ સરખા તે અનભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. પોતે પોતાની ભૂલ જાણતો હોય છતાં જે જૂઠું બોલે, પણ તત્ત્વની પરીક્ષા ન કરે તે આભિનિવેશિક, જિનેશ્વરના વચનમાં શંકા રવી તે સાંશયિક, વસ્તુતત્ત્વ જાણે જ નહીં અજ્ઞાની જ રહે તે અનાભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org