Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 226
________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્ઝાય આવા અંતર્મુખ વૃત્તિવાળા, આત્મદશામાં જ લયલીન, સત્તાવીસ ગુણે કરીને સંયુક્ત, નાવની જેમ તરણ-તારણ, શુદ્ધ ધર્મના પ્રરૂપક ઉત્તમ સાધુને તેઓના ગુણોને નહી સમજીને અસાધુ કહેવા તે આ મિથ્યાત્વ છે. (૬) અસાધુમાં સાધુની બુદ્ધિ આરંભ-પરિગ્રહમાં આસક્ત, વિષયકષાયથી ભરેલા, લોભમાં આસક્ત, મંત્ર-તંત્ર-જડીબુદ્ધિ આદિ કરનારા, ચમત્કારાદિની વાતો કરીને ખોટી શ્રદ્ધા કરાવનારા જે હોય તે અસાધુ છે પરંતુ તેમના દ્વારા સાંસારિક સ્વાર્થો સિદ્ધ થતા હોવાથી, માન-સન્માનાદિ પોષાતા હોવાથી તેવા અસાધુને સાધુ માનવા. તેમના ભક્ત થયું. તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું વિગેરે. આ મિથ્યાત્વ કહેવાય છે. યોગશાસ્ત્રમાં બીજા પ્રકાશમાં કહ્યું છે કે - - सर्वाभिलाषिणः, सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरुवो न तु ॥९॥ परिग्रहारम्भभग्नास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ।। १० । (૭) જીવમાં અજીવબુદ્ધિ - એકેન્દ્રિયાદિ જીવોમાં સ્પષ્ટ ચેતના ન હોવાથી અજીવ માનવા. પૃથ્વીકાય આદિને અજીવ માનીને તેનો બેફામ ઉપયોગ કરવો, તેમાં રહેલા જીવોની હિંસાને હિંસા ન માનવી. બેફામ પાણીના ઉપયોગમાં, ફટ-ફટ લાઈટ પંખા કરવામાં જીવોની વિરાધનાને ન ગણકારવી. લાગણીહીન બનવું. પાંચ ભૂતો એ જ ચેતના છે. સ્વતંત્ર જીવદ્રવ્ય છે જ નહીં આવું માનવું. તે આ મિથ્યાત્વ છે. સંબોધિસત્તરીમાં કહ્યું છે કે Jain Education International ૨૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242