Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 224
________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજઝાયા ૨૧૫ નિઃસ્પૃહતા, તથા નિર્વિકલ્પ દશા અપાવનાર છે. આવી બે પ્રકારની ધર્મસંજ્ઞા છે. મિથ્યાત્વ મોહના ઉદયને લીધે જીવ આ ધર્મપ્રવૃત્તિને ઘેલછા સમજે છે. ભવોભવમાં આવી ક્રિયા તો ઘણી કરી તો પણ કલ્યાણ ન થયું. માટે આ ધર્મ જ નથી. આ બાહ્ય આડંબર છે એમ માનીને તે ધર્મક્રિયાને વખોડવી. નિંદવી. અપ્રીતિ કરવી તે સઘળું મિથ્યાત્વ છે. (૨) અધર્મમાં ધર્મસંજ્ઞા - લોકસેવાને અને શરીરસેવાને જ ઘણું મહત્ત્વ આપવું. હોમ-હવન આદિ હિંસામય આચરણ જે અધર્મ છે તેને ધર્મ માની લેવો. પીપળે પાણી પાવાં, હોળી-બળેવ વિગેરે પર્વની ઉજવણીને ધર્મ માનવો, વિભાવદશા પોષાય, વિભાવદશાની જ વૃદ્ધિ થાય એવા ઉપર-ઉપરથી શુભ દેખાતાં કાર્યોમાં ધર્મ માનવો. ઈત્યાદિ બીજું મિથ્યાત્વ જાણવું. જેમાં મિથ્યાત્વ અવિરતિ કષાય વિષય વિકારો પોષાય આરંભ-સમારંભાદિ ઘણાં હોય તે અધર્મ કહેવાય. ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાની પોષક, તેની જ બુદ્ધિ રાખીને કરાતી ધર્મક્રિયા અધર્મ હોવા છતાં તેને ધર્મ માનવો. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી હરિભદ્રસુરીશ્વરજી મ.સા.એ કહ્યું છે કે “હિત પ્રવૃત્ત. હિતત પ્રવૃત્તિ: ગુરુ સંસારRTY” હિતકારી કાર્યોની પ્રવૃત્તિ ન કરવી અને અહિતકારી કાર્યોમાં પ્રવર્તવું એ જ સંસારપરિભ્રમણનું મોટું કારણ છે. આશ્રવવાનાં કાર્યોમાં ધર્મબુદ્ધિ તે આ મિથ્યાત્વ જાણવું. અનીતિથી પ્રાપ્ત કરેલા ધનનું દાન કરવામાં ધર્મબુદ્ધિ, વિધિનિરપેક્ષપણે અવિધિએ ધર્મ કરવો અને તેમાં ધર્મબુદ્ધિ કરવી ઈત્યાદિ આ મિથ્યાત્વ છે. (૩) માર્ગમાં ઉન્માર્ગબુદ્ધિ : હિંસા-અસત્ય-ચોરી-મૈથુન અને પરિગ્રહના આશ્રવ ટાળીને સંવરભાવનું સેવન કરવું તે માર્ગ છે. તેવા માર્ગમાં ઉત્સાહિત ન થતાં આગમના પદોના મનમાન્યા અર્થો કરીને ઉન્માર્ગ ફેલાવવો તે આ મિથ્યાત્વ જાણવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242