Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૮
અઢાર પાપસ્થાનક
अद्दामलये पमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमिता, जंबूद्दीवे न मायंति ॥ ९४ ॥
પૃથ્વીકાયમાં જે જીવો છે તે જીવો જો કબૂતર પ્રમાણશરીરવાળા બને તો પ્રમાણાંગુલથી એકલાખ યોજનવાળા જંબૂદ્વીપમાં પણ ન સમાય તેટલા જીવો છે આ જ પ્રમાણે અપ્લાય તેઉકાય અને વાયુકાય માટે પણ ગાથા ૯૫-૯૬-૯૭માં કહ્યું છે છતાં મિથ્યાત્વના ઉદયથી તેમાં જીવ નથી નિર્જીવ જ છે તેવી બુદ્ધિ આ જીવને જે થાય તે આ મિથ્યાત્વ છે.
(૮) અજીવમાં જીવબુદ્ધિ :
પુગલસ્કંધોના બનેલા શરીરમાં “આ હું જ છું” એવી જીવપણાની બુદ્ધિ. શરીરને, વસ્ત્રાદિને, ધનને, ઘરને કંઈ પણ હાનિ થઈ હોય તો તે હાનિ મને થઈ છે એમ માનીને અજીવને જ જીવ માનવો તે મિથ્યાત્વ છે. દેહાધ્યાસ, જડ-ચેતનની અભેદબુદ્ધિ, પુગલના ભરોસે જ જીવન, પુગલ દ્રવ્યોની પરાધીનતામાં જ સુખબુદ્ધિ તે આ મિથ્યાત્વ છે.
(૯) મૂર્તમાં અમૂર્તબુદ્ધિ :
પુદગલ દ્રવ્ય વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું હોવાથી મૂર્તિ છે. એકેન્દ્રિય જીવોનાં શરીરો મૂર્તિ છે. છતાં ચક્ષુર્ગોચર ન હોવાથી તેને અમૂર્ત માનવું. પરમાણુણકાદિ સૂમસ્કંધો વર્ણાદિવાળાં છે માટે મૂર્ત છે છતાં ન દેખાતાં હોવાથી તેને અમૂર્ત માનવાં તથા મૂર્તિ એવાં પુદ્ગલદ્રવ્યમાં અમૂર્ત એવા આત્માના અમૂર્ત એવા સુખગુણની બુદ્ધિ કરવી તે સઘળું આ મિથ્યાત્વ છે.
(૧૦) અમૂર્તમાં મૂર્તિબુદ્ધિ :આકાશદ્રવ્ય વર્ણાદિ રહિત હોવાથી અમૂર્તિ છે. છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org