Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૬
અઢાર પાપસ્થાનક
(૪) ઉન્માર્ગમાં માર્ગબુદ્ધિ :
કુદેવ-કુગુરુ અને કુધર્મના સેવનરૂપ ઉન્માર્ગને માર્ગ કહેવો. જ્યાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ઓઘસંજ્ઞા અને ક્રોધ માન માયા લોભરૂપ લોકસંજ્ઞાથી પ્રેરાઈને ધર્મક્રિયા કરાતી હોય ત્યાં સાધ્યબુદ્ધિ ન હોવાથી પાલિક સાંસારિક સુખોની જ સવિશેષબુદ્ધિ હોવાથી ઉન્માર્ગ છે. તેમાં માર્ગપણાની જે બુદ્ધિ તે આ મિથ્યાત્વ છે. આ કાળમાં જઠું ન બોલીએ તો ચાલે જ નહીં. સંકટસમયે જુઠું બોલવું તે પણ ધર્મ છે. લુચ્ચા માણસની સામે લુચ્ચાઈ વાપરવી જ જોઈએ ઈત્યાદિ ખોટી ખોટી મનની કલ્પના આ મિથ્યાત્વમાં આવે છે.
(૫) સાધુમાં અસાધુબુદ્ધિ - સંબોધસિત્તરીમાં સાધુના આવા ગુણો કહ્યા છે छव्वय छकायरक्खा, पंचिन्द्रिय लोहनिग्गहो खंती । भावविशुद्धि पडिलेहणाई, करणे विसुद्धि य ॥२८॥ संजमजोए जुत्तो, अकुसलमणवयणकाय संरोहो । सीयाइ पीडसहणं, मरणं उवसग्गसहणं च ॥२९॥ सत्तावीसेहिं, एएहिं, जो विभूसिओ साहू । तं पणमिजइ भत्तिभरण, हियएण रे जीव ॥३०॥
સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત વિગેરે પાંચ મહાવ્રત અને છઠું રાત્રિભોજન વિરમણવ્રત, પૃથ્વીકાયાદિ છ કાયોની રક્ષા, પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ, લોભનો નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પડિલેહણાદિ ધર્મકાર્યનું કરવું, સંયમયોગોમાં વર્તવું, અકુશલ મન-વચન કાયાનો નિરોધ કરવો, શીતાદિ પરિષદો સહન કરવા, મરણાદિ ઉપસર્ગો સહન કરવા, આ સત્તાવીસ ગુણોથી વિભૂષિત સાધુ હોય છે. હે જીવ ! ભક્તિથી છલકાતા હૃદયથી તે ગુણી મહાત્માઓને તું પ્રણામ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org