Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૪
અઢાર પાપસ્થાનક અસાધુમાં સાધુની સન્ના, જીવે અજીવ અજીવે જીવ વેદોજી, મુત્ત, અમુત્ત, અમુત્તે મુત્તિહ, સન્ના એ દશભેદો જી
શબ્દાર્થ - ધમે - ધર્મમાં, અધમ - અધર્મ સંજ્ઞા, અધમે - અધર્મમાં, ધમ્મહ - ધર્મસંજ્ઞા, મગે - માર્ગમાં, ઉમગ્ગા - ઉન્માર્ગ સંજ્ઞા, મુત્તે અમુત્ત - મુર્તમાં અમુર્તસંજ્ઞા, અમુત્ત મુક્તિ - અમૂર્તમાં મૂર્તસંજ્ઞા. I ૫-ક II
ગાથાર્થ - (૧) ધર્મમાં અધર્મસંજ્ઞા, (૨) અધર્મમાં ધર્મસંજ્ઞા, (3) માર્ગમાં ઉન્માર્ગસંજ્ઞા (૪) ઉન્માર્ગમાં માગસંજ્ઞા, (૫) સાધુમાં અસાધુસંsiા, (૬) અસાધુમાં સાધુસંજ્ઞા (૭) જીવમાં અજીવસંજ્ઞા, (૮) અજીવમાં જીવની સંજ્ઞા, (૯) મૂર્તમાં અમૂર્ત સંજ્ઞા અને (૧૦) અમૂર્તમાં મૂર્તની સંજ્ઞા એમ મિથ્યાત્વના આ ૧૦ ભેદો જાણવા / પ-૬ I - વિવેચન - મિથ્યાત્વના ૧૦+૫+૬ = કુલ ૨૧ ભેદો છે. આ પ-૬ ગાથામાં ૧૦ ભેદ, ૭-૮ ગાથામાં ૫ ભેદ, અને ૯-૧૦ ગાથામાં ૬ ભેદ એમ કુલ ૨૧ ભેદો સમજાવાય છે. તત્ત્વાતત્ત્વનો અવિવેક, હેય-ઉપાદેયની વિપરીત બુદ્ધિ, હિતાહિતનું વિપરીતગ્રહણ તે સઘળું મિથ્યાત્વ કહેવાય છે. તેના પ્રથમ ૧૦ ભેદ આ પ્રમાણે છે
(૧) ધર્મમાં અધર્મ સંજ્ઞા - ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ એમ ધર્મનાં બે પૈડા-ચક્ર છે. શુભપ્રવૃત્તિ તે ક્રિયામાર્ગ છે અને શુદ્ધ પરિણતિ તે જ્ઞાનમાર્ગ છે. ક્રિયામાર્ગ એ જીવને ત્યાગમાં તપમાં રાખનાર છે. બાહ્યભાવોથી દૂર રાખનાર છે. વિવેકી બનાવનાર છે. આત્મતત્ત્વના બાધકભાવોને દૂર કરાવી સાધક ભાવોમાં જોડનાર છે. લોકો વડે દશ્ય છે. મોહના વિકારોથી દૂર રાખવામાં સહાયકનિમિત્તભૂત છે અને જ્ઞાનમાર્ગ દૃષ્ટિ ખોલનાર છે. સાધ્યની શુદ્ધિ અને લક્ષ્ય કરાવનાર છે. વૈરાગ્યમય પરિણતિ લાવનાર છે. નિર્લેપદશા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org