Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૨
સમજતો જ નથી. તેથી તેવાં આત્મકલ્યાણકારી સુખો મેળવવાની વૃત્તિ આવતી જ નથી માટે સિદ્ધિપદ પામી શકતો નથી.
અઢાર પાપસ્થાનક
આ વિષય ઉપર વીરસેન અને શુરસેનનું દૃષ્ટાન્ત જાણીતું છે. આ દૃષ્ટાન્ત “ભુવનસુન્દરી કથા” માં છે તથા પૂ ઉં. કૃત અધ્યાત્મસાર ની શ્રી ગંભીરવિજયજી મ.સા. કૃત ટીકામાં ચોથા પ્રબંધની ત્રીજી ગાથામાં પણ છે. દૃષ્ટાન્ત ઘણું લાંબુ છે પણ તેનો ટૂંક સાર આ પ્રમાણે છે.
ઉદયસેન રાજાને વીરસેન અને શૂરસેન નામના બે પુત્રો હતા. ત્યાં મોટો ભાઈ વીરસેન જન્મથી જ અંધ હતો. આ વીરસેન જન્માન્ય હોવાથી તેના પિતાએ તેને સંગીતની કલા, નૃત્ય-ગાન-તાનની કલા ઈત્યાદિમાં પ્રવીણ કર્યો, શૂરસેન નામના નાનાભાઈને ધનુર્વેદ આદિ શસ્ત્રકલામાં પ્રવીણ કર્યો. શૂરસેન યુદ્ધકલામાં પ્રવીણ થવાથી લોકો દ્વારા કરાતી પ્રશંસા અને યશને તે વધારે પામ્યો. શૂરસેનની પ્રશંસા સાંભળીને વીરસેને પણ રાજાને વિનંતી કરી કે મારે પણ ધનુર્વેદાદિ શસ્ત્રોની કલા શીખવી છે. રાજાએ કહ્યું કે “તું જન્માન્ધ છે. આ તારૂં કામ નથી તેમ સમજાવ્યું. તો પણ તે પુત્ર માન્યું નહીં. તેનો તેવો આગ્રહ જોઈને પિતાએ ધનુર્વેદાદિ શસ્ત્રકલા શીખવાની અનુજ્ઞા આપી અને તેને અનુકુલ વ્યવસ્થા કરી આપી. ભણાવનાર ઉપાધ્યાય સારા હોવાથી અને તેની પોતાની બુદ્ધિ ઘણી વિશિષ્ટ હોવાથી આ કલામાં પણ તે પારંગત થયો અને શબ્દવેધી બન્યો.
સામેથી કોઈનો ધીમો પણ શબ્દ આવે તો તે તેવું બાણ મારતો કે તેને વીંધીને જ આવે. એક વખત શત્રુસૈન્યે આ રાજ્ય ઉપર ચઢાઈ કરી. ત્યારે આ વીરસેને રાજાને યુદ્ધ જીતવા જવા માટે સંમતિ આપવાની રજા માગી, પોતે યુવાન હોવાથી અને પોતાની અભ્યાસ કરેલી ધનુર્વિદ્યાદિ કલાનું ગૌરવ હોવાથી તથા હું શબ્દ વેધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org