Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૦
અઢાર પાપસ્થાનક
મુકીએ તો ૧૭ કરતાં પણ આ અઢારમું પાપસ્થાનક એક હોવા છતાં પણ ઘણું ભારે છે. ત્રાસક આ પાપસ્થાનક બાજુ જ નમે છે. મિથ્યાત્વ અવળી બુદ્ધિરૂપ હોવાથી બીજાં પાપસ્થાનકો કરતાં વધુ ભયંકર છે. જો હૈયામાં “મિથ્યાત્વ” છે. જિનેશ્વર પરમાત્માએ કહેલા માર્ગ કરતાં અવળી બુદ્ધિ છે. તો ગમે તેટલાં કષ્ટ સહન કરો, તપ તપ, કાર્યોત્સર્ગમાં રહો, ઉગ્ર વિહારાદિ કરો, વારંવાર આત્માનું દમન કરો, પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતો, ધર્મમાર્ગે ધન ખર્ચો. ઈત્યાદિ ઘણાં ધર્મ અનુષ્ઠાનો કરો, તો પણ તે સર્વે કર્મનિર્જરારૂપ ફળને આપવામાં નિષ્ફળ છે. કારણ કે જો બુદ્ધિ જ વિપરીત હોય તો જે ધર્મ અનુષ્ઠાનો સંસાર ઓછો કરવા માટે છે તે જ ધર્મ અનુષ્ઠાનોથી ધન પુત્રાદિની ઇચ્છાઓને આ જીવ પોષનારો બની જાય છે. તેથી સંસાર વધારનાર બને છે તે કારણે હે જીવ ! તે મિથ્યાત્વ નામના પાપસ્થાનકથી તું વિરામ પામ, વિરામ પામ. / ૧-૨ . કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહતો મન રીઝેજી
અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાષ્ટિ ન સીઝેજી ll વિરસેન શુરસેન દૃષ્ટાન્ત, સમક્તિની નિર્યુક્તજી, જોઈને ભલી પરે મન ભાવો, એક અરથ વર યુક્તજી ll
શબ્દાર્થ - મન રીઝેજી - મન આનંદ આનંદ પામે, પરની સેના - શત્રુઓની સેના, સમતિની નિર્યુક્તજી - સમ્યકત્વમાં જ જોડાયેલા રહ્યા, ભલી પરે - સારી રીતે, એક અરથ - આ સમ્યકત્વ એ જ એક પદાર્થ, વરયુક્ત - શ્રેષ્ઠ છે અને યોગ્ય છે . ૩-૪
ગાથાર્થ - જે જીવ ધર્માનુષ્ઠાનો આચરવા રૂપ ધર્મક્રિયા કરે, પરિજનનો ત્યાગ કરે, (દીક્ષા ગ્રહણ કરે), ઉપસર્ગ-પરિષહો સહન કરવા રૂપ દુઃખ સહન કરે, આ ધર્મકાર્યોથી મનમાં ઘણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org